Home /News /national-international /મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાના બોડી પાર્ટસ નાળામાં વહેવડાવી દીધા, શ્રદ્ધા મર્ડર જેવો કેસ

મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાના બોડી પાર્ટસ નાળામાં વહેવડાવી દીધા, શ્રદ્ધા મર્ડર જેવો કેસ

બાંગ્લાદેશમાં એક મહિલાની હત્યાના આરોપમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. (ક્રેડિટ/ @VoiceOfHindu71)

દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલ મુજબ, અબુ બકર નામના વ્યક્તિએ તેની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીએ તેની હિન્દુ ગર્લફ્રેન્ડનું માથું કાપી નાખ્યું. ત્યારબાદ તેના શરીરના ટુકડા કરી શરીરના ભાગોને ગટરમાં ફેંકી દીધા હતા. રેપિડ એક્શન ફોર્સે હાલમાં આરોપીની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
    ઢાંકા: દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં એક પછી એક અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલ મુજબ, અબુ બકર નામના વ્યક્તિએ તેની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીએ તેની હિન્દુ ગર્લફ્રેન્ડનું માથું કાપી નાખ્યું. ત્યારબાદ તેના શરીરના ટુકડા કરી શરીરના ભાગોને ગટરમાં ફેંકી દીધા હતા. રેપિડ એક્શન ફોર્સે હાલમાં આરોપીની ધરપકડ કરી છે.

    રિપોર્ટ અનુસાર, આરોપીનું નામ અબુ બકર છે અને માર્યા ગયેલી મહિલાનું નામ કવિતા રાની જણાવવામાં આવી રહ્યું છે. આરોપીએ પોલીસને જણાવ્યું છે કે બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેનાથી કંટાળીને તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    આરોપી પહેલેથી પરિણત હોવાનું કહેવાઈ રહ્યું છે


    વોઈસ ઓફ બાંગ્લાદેશની પોસ્ટ અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કવિતાને અબુના લગ્નની ખબર પડી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે અબુ અને કવિતા રિલેશનશિપમાં હતા. અબુએ કવિતાને કહ્યું હતું કે તે સિંગલ છે. પરંતુ થોડા સમય પછી તેને ખબર પડી કે અબુ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને તે પરિણીત છે. આ પછી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

    આરોપીએ બોડી પાર્ટ્સને નાળામાં વહેડાવ્યા

    કહેવામાં આવી રહ્યું છે કે રહસ્ય ખુલ્યા બાદ અબુએ કવિતાને રસ્તા પરથી હટાવવાનો પ્લાન બનાવ્યો. પહેલા તેણે કવિતાનું માથું કાપીને નિર્દયતાથી હત્યા કરી. પછી તેના શરીરના 3 ટુકડા કરી નાખ્યા. તેણે શરીરના અંગોને પ્લાસ્ટિકની થેલીઓમાં રાખ્યા અને બાદમાં તેને ગટરમાં ફેંકી દીધા.

    આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા

    કર્યા હતા દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે આખા દેશને હચમચાવી દીધો છે. શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબે તેની નિર્દયતાથી હત્યા કરી હતી. ત્યારપછી તેની ડેડ બોડીને કેટલાય ભાગોમાં વહેંચીને ફ્રીજમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ તેના શરીરના અંગોને અલગ-અલગ જગ્યાએ ફેંકી દેતા હતા. 12 નવેમ્બરે પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Crime case, Girl Murder, Shraddha Murder Case

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन