જર્મનીમાં ભીડ પર વાન ચઢાવી ડ્રાઇવરે ખુદને મારી ગોળી,4ના મોત,30 ઘાયલ

News18 Gujarati
Updated: April 8, 2018, 9:43 AM IST
જર્મનીમાં ભીડ પર વાન ચઢાવી ડ્રાઇવરે ખુદને મારી ગોળી,4ના મોત,30 ઘાયલ

  • Share this:
જર્મની: પશ્ચિમ જર્મનીના મસ્ટર શહેરની શહેર કેન્દ્ર વિસ્તારમાં એક ડ્રાઈવરે ભીડ પર વાન ચડાવી દીધી હતી.ત્યારબાદ તે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.મસ્ટર પોલીસ દ્વારા જાણવા મળ્યુ છે કે આ હુમલામાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકો ઘાયલ થયા હતા.

ડ્રાઈવર દ્વારા પોતાની જાતને ગોળી માર્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે આ કોઇ ઘટના નથી પણ હમલો કરવામા આવ્યો છે.આ ઘટનામાં હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી કે હુમલો થયો છે કે નહીં.

ડ્રાઈવર દ્વારા પોતાની જાતને ગોળી મારવાથી પછી એવું માનવામાં આવે છે કે તે કોઈ અકસ્માત નથી પરંતુ હાલ આ ઘટના અંગે હજુ પણ કોઇ સ્પષ્ટ નથી કે તે આતંકવાદી હુમલો છે કે નહી.આ પહેલા પણ જર્મનીના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે.લગભગ સંદિગ્ધનું પણ મોત થયુ હોવાની માહિતી મળી છે.આ ઘટનામાં 30 લોકો ઘાયલ થયા

છે.હુમલામાં અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાઇ રહી છે.

સ્થાનિક પોલીસ સતત ઘટનાઓના અપડેટ્સ આપી રહી છે..ઘટનાસ્થળ પર જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું.પોલીસે જણાવ્યુ છે કે ટ્વિટર અને ફેસબુકના માધ્યમની અફવાઓ ન ફેલાવો.ઉપરાંત કોઇ પણ પ્રકારની અફવાઓથી બચવાની અપીલ કરી હતી.
First published: April 8, 2018
વધુ વાંચો
अगली ख़बर