Home /News /national-international /

Russia-ukraine War: 'મારી હત્યા કરાવવા માંગે છે પુતિન' યૂક્રેનના રાષ્ટ્રપતિનો આરોપ, કીવમાં એર એલર્ટ

Russia-ukraine War: 'મારી હત્યા કરાવવા માંગે છે પુતિન' યૂક્રેનના રાષ્ટ્રપતિનો આરોપ, કીવમાં એર એલર્ટ

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી

World news: યૂક્રેનની સરકારે રાજધાનીમાં 36 કલાકનો સખત કર્ફ્યુ લગાવી દીધો છે અને નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, જો આ દરમિયાન કોઈ બહાર દેખાય તો તેને ગોળી મારી શકાય છે.

    Russia-Ukraine War News: યૂક્રેન અને રશિયાના યુદ્ધનો (Russia-Ukraine War) આજે, સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ (Ukrainian president Volodymyr Zelensky) આશંકા વ્યક્ત કરી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) મારી હત્યા કરાવવા માંગે છે. આ માટે, ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિનું કાર્યાલય) એ 400 સશસ્ત્ર લડવૈયાઓને કીવ મોકલ્યા છે. આ ભાડૂતી સૈનિકો ક્રેમલિનના આદેશ પર કીવમાં પ્રવેશ્યા છે અને કોઈપણ કિંમતે મને મારી નાખવા માંગે છે, જેથી કીવમાં રશિયન સમર્થિત સરકારની સ્થાપના થઈ શકે. 'ધ ટાઈમ્સ' મેગેઝીને તેની તાજેતરની આવૃત્તિમાં રાષ્ટ્રપતિને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

    વેગનર ગ્રૂપ એક ખાનગી મિલિશિયા છે જે પ્રમુખ પુતિનના સૌથી નજીકના સાથીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પાંચ અઠવાડિયા પહેલા, આફ્રિકાના આ ભાડૂતી સૈનિકો પૈસાના લોભમાં ઝેલેન્સકીની સરકારનો નાશ કરવાના મિશન પર ઉડાન ભરી હતી.

    રાજધાનીમાં 36 કલાકનો કડક કર્ફ્યુ

    યૂક્રેન સરકારને શનિવારે સવારે તેમના મિશન વિશે માહિતી મળી હતી. જે પછી યુક્રેન સરકારે રાષ્ટ્રપતિની સુરક્ષા વધારી દીધી છે. આ મિશનની માહિતી મળતાં જ યૂક્રેનની સરકારે રાજધાનીમાં 36 કલાકનો સખત કર્ફ્યુ લગાવી દીધો છે અને નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, જો આ દરમિયાન કોઈ બહાર દેખાય તો તેને ગોળી મારી શકાય છે.

    આ પણ વાંચો - પુતિને ન્યૂક્લિઅર ફોર્સને કરી હાઇ એલર્ટ, જેલેન્સકી રશિયામાં વાતાઘાટો કરવા તૈયાર, ટોપ અપડેટસ

    રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો ચાલુ છે

    બીજી તરફ આ ટકરાવને રોકવા અને રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્રમાં મોકલવા માટે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મતદાન થયું હતું. પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યો હતો. ભારત, ચીન અને UAEએ ફરી મતદાનથી અંતર જાળવી રાખ્યું છે. તે જ સમયે, યૂક્રેન મુદ્દે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.

    આ પણ વાંચો - યૂક્રેનથી વધુ 27 ગુજરાતી વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવ્યા, CM પટેલ અને જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

    યૂક્રેનની મહિલા સંસદે ઉઠાવ્યા હથિયાર

    સેનાને પ્રોત્સાહિત કરવા માટે, હવે યૂક્રેનિયન રાજકારણીઓ (Ukraine MPs Hold Guns To Protect Kyiv) પણ સામાન્ય લોકો સાથે શસ્ત્રો ઉપાડી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દેશના લોકોને તેમની જમીનની રક્ષા કરવાની અપીલ કરી છે. આ દરમિયાન ત્યાંની મહિલા સાંસદ કિરા રુદિક (Kira Rudyk)ની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમે આ પહેલા કિરા રુડિકનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે, પરંતુ આ સમયે કિરાના હાથમાં બંદૂક પકડેલીની તસવીરો આખી દુનિયામાં વાયરલ થઈ રહી છે. (આ સમાચાર વિગતે વાંચવા અહીં કરો ક્લિક)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, દેશવિદેશ

    આગામી સમાચાર