Home /News /national-international /

Valentine Day 2022: ઘોંટુલ પરંપરા, જેમાં યુવક-યુવતીઓ સાથે રહે છે, પસંદ કરી શકે છે પોતાનો જીવનસાથી

Valentine Day 2022: ઘોંટુલ પરંપરા, જેમાં યુવક-યુવતીઓ સાથે રહે છે, પસંદ કરી શકે છે પોતાનો જીવનસાથી

ઘોંટુલ (Ghotul Tradition). જેને છત્તીસગઢ (Chhattisgarh)ના આદિવાસી (Tribal)વિસ્તારાના માડિયા જાતિમાં મનાવવામાં આવે છે.

valentine day 2022 - ભારતમાં પણ અમુક એવી પરંપરાઓ (Tradition) અને જાતિઓ છે, જેમાં લગ્ન પહેલા યુગલને સાથે રહેવાની અને સમય વિતાવવાની મંજૂરી પરંપરાના ભાગરૂપે આપવામાં આવે છે

પાશ્ચાત્ય દેશોમાં લગ્ન પહેલા સાથે રહેવાની પ્રથા ખૂબ પ્રચલિત છે. જોકે, આ ટ્રેન્ડ હવે ભારતમાં પણ ધીમે ધીમે આવી રહ્યો છે. પરંતુ આપને જણાવી દઇએ કે ભારતમાં પણ અમુક એવી પરંપરાઓ (Tradition) અને જાતિઓ છે, જેમાં લગ્ન પહેલા યુગલને સાથે રહેવાની અને સમય વિતાવવાની મંજૂરી પરંપરાના ભાગરૂપે આપવામાં આવે છે. આવી જ એક પ્રચલિત પ્રથા છે ઘોંટુલ (Ghotul Tradition). જેને છત્તીસગઢ (Chhattisgarh)ના આદિવાસી (Tribal)વિસ્તારાના માડિયા જાતિમાં મનાવવામાં આવે છે. જેમાં મહિલા અને પુરૂષ લગ્ન પહેલા સાથે રહે છે અને ત્યાર બાદ તેમને મનપસંદ જીવનસાથી પસંદ કરવાની છૂટ પણ મળે છે.

ઘોંટુલને છત્તીસગઢના આદિવાસી સમાજમાં સ્વીકૃતિ આપવામાં આવી છે. જોકે, આ પરંપરાને લઇને હાલ થોડા વર્ષોથી વિવાદ પણ ઊભા થઇ રહ્યા છે. જો બસ્તર જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવે તો દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતમાં પણ કેટલીક આવી જ પરંપરાઓ જોવા મળે છે. દેશના ઘણા આદિવાસી સમુદાયોમાં પણ ઘોંટુલ પ્રથા લોકપ્રિય છે.

શું હોય છે ઘોંટુલ પ્રથા?

આ ગામમાં બાળકો કે યુવાનો સાથે રહે છે. કહેવાય છે કે, ઘોટુલ એક પ્રકારની બેચલર્સ ડોરમેટરી હોય છે. જેમાં તમામ આદિવાસી છોકરા-છોકરીઓ રાત્રે રહે છે. ગામના તમામ કુંવારા છોકરા અને છોકરીઓ સાંજ થતા જ ગામના ઘોંટુલ ઘરમાં જાય છે. અલગ અલગ વિસ્તારોની ઘોંટુલ પરંપરાઓમાં તફાવત હોય છે. અમુકમાં યુવાન છોકરા-છોકરી ઘોંટુલમાં સૂવે છે તો અમુકમાં દિવસભર ત્યાં રહીને રાત્રે પોતપોતાની ઘરે સૂવે છે. જ્યારે અમુકમાં છોકરા-છોકરીઓ જાતે જ જીવનસાથી પસંદ કરે છે.

શું છે ચેલિક અને મોટિયારી

જ્યારે ઘોંટુલની વાત કરવામાં આવે છે, ત્યારે તેની સાથે જોડાયેલી બીજી બે બાબતો છે, જેને ચેલિક અને મોટિયારી કહેવામાં આવે છે. ગામની ધાર પર ઘોંટુલ માટે માટીની ઝૂંપડી બનાવવામાં આવી છે. તેની દિવાલોને સુંદર રંગો વડે રંગવામાં આવે છે. ઘોંટુલમાં ઘણી વખત દિવાલોની જગ્યાએ ખુલ્લો મંડપ હોય છે. અહીં આદિવાસી યુવાનો અને યુવતીઓ એકજૂથ થઈને નૃત્ય, વાતચીત અને મજાક-મસ્તી કરે છે. ઘોંટુલમાં છોકરાઓને ચેલિક અને છોકરીઓને મોટિયારી કહેવામાં આવે છે. છોકરીઓના વડાને 'બેલોસા' અને છોકરાઓના વડાને 'સરદાર' કહેવામાં આવે છે. ઘોંટુલમાં પુખ્ત વયના લોકોની ભૂમિકા ફક્ત સલાહકારની હોય છે.

આ ગામમાં બાળકો કે યુવાનો સાથે રહે છે. કહેવાય છે કે, ઘોટુલ એક પ્રકારની બેચલર્સ ડોરમેટરી હોય છે. જેમાં તમામ આદિવાસી છોકરા-છોકરીઓ રાત્રે રહે છે


ઘટી રહ્યું છે ઘોંટુલનું ચલણ

આ વસ્તીઓમાં બહારની દુનિયાના હસ્તક્ષેપ સાથે જ ઘોંટુલ પરંપરા પણ ખતમ થઇ રહી છે અથવા તો બદલાઇ રહી છે. જોકે, હજુ પણ અમુક વિસ્તારોમાં આ પરંપરા હજુ પણ જોવા મળે છે, પરંતુ નવા રીતરીવાજો સાથે. ઘોંટુલ જનજાતીય ગામનું સામાજીક અને સાંસ્કૃતિક કેન્દ્ર હોય છે.

આ પણ વાંચો - Pulwama Attack : તેલંગાણાના સીએમ KCR એ સર્જિકલ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- રાહુલ ગાંધીની સાબિતી માંગવી યોગ્ય

ઘોંટુલ દ્વારા એકબીજાને સમજવાનો પ્રયાસ

ઘોંટુલમાં છોકરા-છોકરીઓ એકબીજાની સાથે સમય વિતાવે છે અને તેથી તેઓને એકબીજાને સારી રીતે સમજી શકે છે. અહીંથી જ તેઓ લગ્ન જીવની શરૂઆત પણ કરે છે. પરંતુ આજે બહાર લોકો અહીં આવે છે અને ફોટો ખેંચવા, વીડિયો ફિલ્મ બનાવવાના કારણે આ પરંપરા આજે બંધ થવાના આરે છે.

ઘોંટુલના સમયે વાગે છે નગાડા

રોજ સાંજે નગાડા વાગવાનો અર્થ છે ઘોંટુલનો સમય. એટલે કે મોતિયારિઓ અને ચેલિકો ઘોંટુલમાં જઇને મનોરંજન કરી શકે છે. અહીં તમાકુ અને તાડી બધુ જ હોય છે. મનોરંજન અને કાર્યશિક્ષણ ઉપરાંત ઘોંટુલનો ઉદ્દેશ યુવાનોને વ્યાપક ગોંડ સમુદાયનો ભાગ બનાવવાનો પણ છે, જેથી તેઓ સમયસર તેમની પરંપરાઓ અને જવાબદારીઓ સમજી શકે.

કોણે શરૂ કરી આ પ્રથા

આ પ્રથા લિંગો પેથ એટલે કે લિંગો દેવે શરૂ કરી હતી. લિંગો દેવને ગોંડ જનજાતિના દેવતા માનવામાં આવે છે. સમગ્ર ગોંડ સમુદાયને પહાંદી કુપાર લિંગએ કોયા પુનેમ દ્વારા એક સૂત્રમાં બાંધવાનું કામ કર્યુ છે. સદીઓ પહેલા જ્યારે લિંગો દેવે જોયું કે ગોંડ જાતિમાં કોઇ પ્રકારની શિક્ષાને સ્થાન નથી તો તેમણે એક અનોખી પ્રથા શરૂ કરી. તેમણે વસાહતની બહાર અમુક વાંસની ઝુંપડીઓ બનાવી અને બાળકોને ત્યાં ભણાવવાનું શરૂ કરી દીધું.

કઇ રીતે છોકરી છોકરાઓને પસંદ કરે છે

જ્યારે કોઇ છોકરો ઘોંટુલમાં આવે છે. તેને લાગે છે કે તે શારિરીક રૂપે પરીપક્વ થઇ ચૂક્યો છે, તેને વાંસનો એક કાંસકો બનાવવાનો હોય છે. આ કાંસકો બનાવવામાં તે પોતાની બધી જ શક્તિ અને કળા લગાવી દે છે, કારણ કે આ કાંસકો જ નક્કી કરે છે કે તે કઈ છોકરીને પસંદ આવશે. જ્યારે ઘોંટુલમાં આવેલી છોકરીને કોઇ છોકરો પસંદ આવે છે તો તે તેનો કાંસકો ચોરી લે છે. જે સંકેત હોય છે કે છોકરીને તે છોકરો પસંદ છે. જ્યારે તેણી તે કાંસકો પોતાના વાળમાં લગાવીને નીકળે છે તો બધાને ખબર પડે છે કે તે કોઇને પસંદ કરવા લાગી છે. ત્યારે છોકરા-છોકરીની જોડી બને છે. ત્યાર બાદ બંને લગ્ન કરી લે છે.
First published:

Tags: Chhattisgarh, Valentine Day, Valentine day 2022

આગામી સમાચાર