ગુજરાતમાં વજુભાઇ વાળાની મથરાવટી વિષે ભાગ્યે જ કોઈ અજાણ હશે ! હવે કર્ણાટકની જનતા અને કૉંગેસ-જેડીએસ પણ તેમની કલાકારી સમજી ગયા ! બીએસ યેદુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપતા રાજ્યપાલ વજુભાઈની ટીકા કરતા જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ મોદી સરકાર ઉપર સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોંગેસે પણ રાજ્યપાલ વજુભાઇ વાળાને "બીજેપી સરકાર"ની કઠપૂતળી ગણાવ્યા હતા. કોંગેસે જણાવ્યું હતું કે, યેદુરપ્પા સરકારને બહુમત સાબિત નહિ પરંતુ બહુમત "બનાવવા" માટે રાજ્યપાલે પાર્ટીને 15 દિવસનો સમય આપ્યો છે !
યેદુરપ્પાને મુખ્યમંત્રી પદની શપથ લેવા અને 15 દિવસમાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલે ચિઠ્ઠી લખતા નારાજ કુમારસ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે આ બધું સરળતાથી નહિ થવા દઈએ"
તેમણે ઉમેર્યું હતું કે, "ગુજરાતી વેપારીઓ (પીએમ મોદી, અમિત શાહ અને વાળા) એ જાણે અહીં તેમની દુકાન ખોલી દીધી છે ! અમે તેમની સામે લડત આપીશું। હું આ લોકોને ચેતવણી આપું છું કે, યેદુરપ્પા પાસે કોઈ બહુમતી નથી. 2008ની માફક તેઓ કર્ણાટકને લૂંટવા માંગે છે"
કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલ વજુભાઇ વાળાએ બહુમતી સાબિત કરવા ઘણુંખરું ત્રણથી ચાર દિવસનો સમય આપવો જોઈએ। જેડીએસના નેતાએ પણ કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. તેમને આરોપ લગાવ્યો હતો કે, પક્ષાંતર કરવા માટે તેમના ધારાસભ્યોને અનેકવિધ લાલચ આપવામાં આવી રહી છે
કોંગેસના નેતા પી.ચિદમ્બરમે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યપાલે યેદુરપ્પાને 111 ધારાસભ્યો સાથે બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. તેમને ટ્વિટ્ટ કરીને જણાવ્યું હતું કે, "રાજ્યપાલે યેદુરપ્પાને બહુમતી બનાવવા માટે 15 દિવસો આપ્યા છે ! તેમને 104 માંથી 111 ધારાસભ્યો કઈ રીતે બનાવવા તે માટે આ 15 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે"
કોંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, આ લોક્ત્રંત્રની હત્યા છે અને બીજેપીના નેતૃત્વના દબાણમાં રાજ્યપાલ કામ કરવાની સાથે નિર્ણય લઇ રહ્યા છે. ગેહલોતે પીટીઆઈને જણાવ્યું હતું કે, ' આ લોક્ત્રંત્રની હત્યા છે અને ભારતીય ઇતિહાસ તેને કાળા દિવસ તરીકે જાણશે'
કૉંગેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપર નિશાન તાકતા બંધારણ તોડવા અને 'બીજેપીની કઠપૂતળી' તરીકે કામ કરવાનો તેમના ઉપર આરોપ લગાવ્યો હતો. તેમણે પણ ટ્વિટ કરી કહ્યું હતું કે, "વજુભાઇ વાળાએ રાજ્યપાલના પદની ગરિમા નિંદિત કરી છે. તેમને બંધારણને કચડી નાખ્યું છે અને કઠપૂતળી તરીકે કામ કરી રહ્યા છે. બંધારણની સેવાને બદલે તેઓ બીજેપીની સેવા કરી રહ્યા છે"
Published by:sanjay kachot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર