Home /News /national-international /Vaishno Devi Stampede: 'કેટલાય ધક્કામુક્કીમાં પડ્યા અને લોકોએ તેમને ચગદી દીધા,' વૈષ્ણવદેવી દૂર્ઘટનાની ખૌફનાક કહાની
Vaishno Devi Stampede: 'કેટલાય ધક્કામુક્કીમાં પડ્યા અને લોકોએ તેમને ચગદી દીધા,' વૈષ્ણવદેવી દૂર્ઘટનાની ખૌફનાક કહાની
અકસ્માત બાદ માતા વૈષ્ણો દેવી ભવન આસપાસ ભયનો માહોલ છવાયો હતો.
'જ્યારે નાસભાગ મચી ત્યારે કેટલાક લોકો જમીન પર પડ્યા હતા. આ પછી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા તેમની ઉપર દોડી આવ્યા હતા. કેટલાક તો પોતાનો જીવ બચાવવા થાંભલા પર ચઢી ગયા હતા.'
નવી દિલ્હી. નવા વર્ષના પહેલા જ દિવસે જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં (Mata Vaishno Devi Bhawan) શનિવારે પરોઢીયે અચાનક જ ધક્કામુક્કી થતાં 12 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ માતા વૈષ્ણો દેવી ભવન (Stampede at Mata Vaishno Devi Bhawan) આસપાસ ભયનો માહોલ છવાયો હતો. જોકે, હવે પ્રવાસ ફરી સરળ રીતે શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી ઉપલબ્ધ પ્રાથમિક માહિતી મુજબ, યુવાનોના બે જૂથો વચ્ચેના એક સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. કેટલીક સેકન્ડમાં જ ભાગદોડ મચી ગઈ હતી. નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા અને ત્યાર પછી નવા વર્ષનું કામકાજ શરૂ કરવા વૈષ્ણોદેવી મંદિરે આવે છે. બીજી બાજુ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક વાર્તાઓ કહી જે સાંભળીને આપણા રુંવાટા ઉભા થઇ જાય. કેટલાક લોકોનું કહેવું છે કે, જ્યારે નાસભાગ મચી ત્યારે કેટલાક લોકો જમીન પર પડ્યા હતા. આ પછી કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા તેમની ઉપર દોડી આવ્યા હતા. કેટલાક તો પોતાનો જીવ બચાવવા થાંભલા પર ચઢી ગયા હતા.
'મને ખબર નહોતી કે શું થયું છે'
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દિલ્હીનો રહેવાસી 17 વર્ષીય આયુષ પણ ત્યાં હાજર હતો. તે ભવનમાંથી પરત ફરી રહ્યો હતો. તેણે લોકોને પોલીસ ચોકી પાસે પાછા વળતા અને દોડતા જોયા. તેણે કહ્યું, 'મને ખબર નહોતી કે શું થયું છે, પરંતુ મેં ઘણા લોકોને મારા પર પડતા જોયા છે. પછી, હું નીચે પડી ગયો અને લોકો પણ મારા પર પડ્યા. મારા મનમાં એક જ વિચાર હતો કે હું જીવી નહીં શકું. હું બેહોશ થઈ ગયો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, 'જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે મેં જોયું કે મારી આસપાસ ઘણી લાશો પડી છે. મારા પગમાં સખત દુખાવો થતો હતો. પણ મેં મારા મોટા ભાઈને શોધવાનું શરૂ કર્યું. થોડા અંતરે તે બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને કેટલાક ભક્તોની મદદથી, હું તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં સફળ રહ્યો. ત્યાં ડોક્ટરોએ અમને પ્રાથમિક સારવાર આપી. આ પછી અમને એમ્બ્યુલન્સમાં કટરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આયુષ તેના ભાઈ અને મિત્ર સાથે વૈષ્ણોદેવી આવ્યો હતો.
'કોઈએ ટ્રાવેલ સ્લિપ અને કોવિડ ટેસ્ટ રિપોર્ટ પણ ચેક કર્યો ન હતો.'
આયુષે માહિતી આપી કે, ડોકટરોએ તેને રજા આપી દીધી, જ્યારે તેનો ભાઈ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમનું કહેવું છે કે, વૈષ્ણોદેવીમાં ભીડને કાબૂમાં લેવા માટે ત્યાં કોઈ નહોતું. કોઈએ ટ્રાવેલ સ્લિપ અને કોવિડ ટેસ્ટ રિપોર્ટ પણ ચેક કર્યો ન હતો. તે જ સમયે, દિલ્હીના વિકાસપુરીના વેપારી રજત શર્મા નાસભાગના થોડા કલાકો પહેલા તેમની પત્ની અને 17 વર્ષના પુત્ર સાથે વૈષ્ણો દેવીના દર્શને ગયા હતા.
રજત શર્માએ યાદ કર્યું કે, જ્યારે તેઓ શુક્રવારે મોડી રાત્રે મંદિર પહોંચ્યા ત્યારે ભક્તોની ભારે ભીડ હતી. તેમણે કહ્યું, 'દર્શનના થોડા કલાકો પછી અમે સીઆરપીએફ દ્વારા સંચાલિત અન્ય રૂટથી નીકળી ગયા. અમે પોલીસ સિક્યોરિટી રૂમની નજીક પહોંચ્યા ત્યારે, બેકાબૂ યુવાનોના જૂથે મારા પુત્રને ટક્કર મારી, તેના પગને ઇજા પહોંચાડી.' અમે કંઈ કરીએ તે પહેલાં, અમે 300-400 લોકો અમારી પાસે આવતા જોયા. ભીડ દોડી રહી છે. અમે પોલીસ સિક્યુરિટી રૂમમાં આશ્રય લીધો, જે પહેલેથી જ ખીચોખીચ ભરેલો હતો. ઝપાઝપી દરમિયાન ઘણા લોકોએ તેમના નાના બાળકોને સલામતી માટે અમને સોંપ્યા હતા.
રજતે કહ્યું કે, સર્વત્ર અરાજકતા છે. કેમ્પસમાં મનોકામના ભવન પાસે, 400-500 લોકોનું બીજું જૂથ અન્ય લોકોને આગળ વધવા દબાણ કરી રહ્યું હતું. થોડી જ વારમાં લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. ભીડને કાબૂમાં લેવા માટે કોઈ નહોતું. કેટલાક લોકો જેવા પડ્યા અન્ય તેમના પરથી દોડી ગયા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર