5 મહિના બાદ આજથી ફરી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 2000 લોકો કરી શકશે દર્શન
5 મહિના બાદ આજથી ફરી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 2000 લોકો કરી શકશે દર્શન
વૈષ્ણોદેવી પહોંચેલા ભક્તોના જણાવ્યા મુજબ ગુફામાં પહેલા પંડિત બેસતા હતા અને તે ભક્તોને તિલક લગાવતા અને પછી ભક્તો પંડ રૂપના દર્શન કરીને વિદાય લેતા. પણ હવે તેવું નથી રહ્યું. વળી ભક્ત પણ ખૂબ જ ઓછા આવે છે. તેવામાં ગુફા સુધી પહોંચતા ભક્તો ખૂબ ઓછા સમયમાં માતાના દર્શન કરીને બહાર આવે છે. વળી કોરોના સંકટને જોતા અહીં પંડિતજી ભક્તોને પ્રસાદ પણ નથી આપી રહ્યા.
માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની આ લોકોને નહીં મળે મંજૂરી, જાણી લો શ્રાઇન બોર્ડે જાહેર કરેલા નિયમો
જમ્મુઃ જમ્મુ-કાશ્માર (Jammu Kashmir)માં રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણો દેવી ગુફા મંદિર (Vaishno Devi)ની યાત્રા કોરોના વાયરસ (Coronavirus) વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ લગભગ પાંચ મહિના સુધી બંધ કરી દીધા બાદ આજથી ફરી શરૂ થશે. અધિકારીઓએ શનિવારે આ અંગેની માહિતી આપી. યાત્રા 18 માર્ચથી બંધ કરી દેવામાં આવી હતી. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ (Mata Vaishno Devi Shrine Board) ના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે યાત્રા કાલથી (રવિવાર)થી શરૂ થશે.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પહેલા સપ્તાહમાં દરરોજ મહત્તમ 2000 તીર્થયાત્રીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાંથી 1900 યાત્રી જમ્મુ-કાશ્મીરના અને બાકીના 100 બહારના યાત્રી હશે. કુમારે જણાવ્યું કે, ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે મુજબ નિર્ણય લેવામાં આવશે.
Jammu & Kashmir: Mata Vaishno Devi Temple will reopen for public today, nearly 5 months after it was suspended due to COVID-19. Only 2,000 people will be allowed to visit the temple per day. A devotee says, "I'm happy that people can visit the temple once again." pic.twitter.com/BDYQA1z5WK
તેઓએ કહ્યું કે, યાત્રા રજિસ્ટ્રેશન માટે ભીડ એકત્રિત થવાથી રોકવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ જ લોકોને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. કુમારે જણાવ્યું કે પોતાના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. ચહેરા પર માસ્ક અને કવર અનિવાર્ય હશે. યાત્રાના પ્રવેશ પોઇન્ટ્સ પર યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે.
તેઓએ જણાવ્યું કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાનું પરામર્શ જાહેર કરવામાં આવ્યું છે. હાલત સામાન્ય થયા બાદ આ પરામર્શની સમીક્ષા કરવામાં આવશે.
કુમારે જણાવ્યું કે કટરાથી ભવન જવા માટે બાણગંગા, અર્ધકુંવારી અને સાંઝીછતના પારંપરીક માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે અને ભવનથી આવવા માટે હિમકોટિ માર્ગ-તારાકોટ માર્ગનો ઉપયોગ કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર