Home /News /national-international /નશામાં ધૂત ટ્રક-ડ્રાઇવરે 30ને કચડ્યા, અત્યાર સુધી 12નાં મોત, વડાપ્રધાને પણ શોક વ્યક્ત કર્યો હતો

નશામાં ધૂત ટ્રક-ડ્રાઇવરે 30ને કચડ્યા, અત્યાર સુધી 12નાં મોત, વડાપ્રધાને પણ શોક વ્યક્ત કર્યો હતો

સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ

બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. કેટલાક લોકો ગામમાં જ પૂજા કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના વૈશાલીના દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગંજ-28 ટોલામાં બની હતી. ઘટનાના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

વધુ જુઓ ...
  બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. કેટલાક લોકો ગામમાં જ પૂજા કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટના વૈશાલીના દેશરી પોલીસ સ્ટેશન વિસ્તારના નયાગંજ-28 ટોલામાં બની હતી. ઘટનાના સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

  PTIના અનુસાર, પીએમ મોદીએ ટ્વિટર પર આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા લખ્યું, વૈશાલી, બિહારમાં દુર્ઘટના દુખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. PMNRF(પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ)માંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

  આ પણ વાંચોઃ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પર બળાત્કારનો આરોપ, મહિલાએ નોંધાવી FIR

  મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ગેસ કટર વડે ટ્રકને કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટા ભાગનાં બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે ફસાઈ ગયાં હતાં. ગ્રામીણ મનોજ રાયે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે રસ્તાની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યાં 50-60 વર્ષથી પૂજા થાય છે. દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  તમામ મૃતકો 20 વર્ષથી ઓછી ઉંમરના છે


  મૃત્યુ પામેલા લોકોની ઉંમર 8થી 20 વર્ષની વચ્ચે છે. વર્ષા કુમારી (8), સુરુચિ (12), અનુષ્કા (8), શિવાની (8), ખુશી (10), ચંદન (20), કોમલ (10) અને સતીશ (17) છે.

  અકસ્માતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કેટલાકે પોતાનો પુત્ર ગુમાવ્યો તો કેટલાકે પૌત્ર ગુમાવ્યો.


  અકસ્માતને પગલે ગ્રામજનોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં. લોકો મદદ માટે આગળ આવ્યા હતા.

  જો વૃક્ષ ન હોત તો 50થી વધુ લોકોનાં મોત થયાં હોત


  આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અનુજ કુમાર રાય જણાવે છે, પૂજા લગભગ પૂરી થઈ ગઈ હતી. દરેક જણ પોતપોતાના ઘરે પાછા ફરવાના હતા, એટલે હાજીપુરથી મહનાર તરફ જઈ રહેલી બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા. આ પછી એ પીપળના ઝાડ સાથે અથડાઈ ગઈ. અનુજના કહેવા મુજબ જો ટ્રક ઝાડ સાથે અથડાઈ ન હોત તો ઓછામાં ઓછા 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોત.

  આરજેડી વિધાનસભ્ય મુકેશ રોશન, જેમના મહુઆ વિધાનસભા ક્ષેત્ર હેઠળ ઘટના સ્થળ આવે છે, તે વિસ્તારમાં પહોંચ્યા. જે બાદ તેણે જણાવ્યું કે આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જે લોકો પોતાના સ્નેહીજનોને ગુમાવી ચૂક્યા છે તેઓ રસ્તાની બાજુમાં ઉભા રહીને રડતા હતા. તે જ સમયે, અન્ય ઘણા લોકોએ પણ પોલીસ પર મોડા આવવાનો આરોપ લગાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

  શું છે ભુઈયા બાબાની પૂજા અને નેવતન


  ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીં વર્ષોથી ભુઈયા બાબાની પૂજા કરવામાં આવે છે. ભુઈયા બાબાની પૂજામાં ધરતીનું પૂજન કરવામાં આવે છે. માન્યતા અનુસાર, ધરતીએ પોતે લોકોને જીવન આપ્યું, ધરતી જ લોકોનું જીવન ટકાવી રાખે છે. ધરતી પર જ વાવવામાં આવતાં પાક, ફળો અને ફૂલો ખાઈને લોકો જીવે છે. મૃત્યુ પછી પણ લોકો સાંજે ધરતી એટલે કે માટીમાં જ સમાઈ જાય છે. એકંદરે, માણસ જીવનથી મૃત્યુ સુધી ધરતી સાથે જોડાયેલો રહે છે. આ ગામના લોકો ધરતી, એટલે કે ભુઈયા બાબાની પૂજા કરે છે.

  નેવતન એટલે આમંત્રણ. ભુઈયા બાબાની પૂજાની આગલી સાંજે ધરતીને આમંત્રણ આપવાનો રિવાજ છે. આ પ્રથા મુજબ રાજ્ય ધોરી માર્ગની બાજુમાં લોકો પીપળાના ઝાડની બાજુમાં આ પૂજા કરવામાં આવી રહી હતી. ગામના લોકોની સાથે ગામનાં બાળકો પણ આ પૂજા નિહાળી રહ્યાં હતાં. બાળકો રસ્તાની બાજુમાં ઊભાં હતાં. પછી પૂરપાટ ઝડપે આવેલી ટ્રક બેકાબૂ થઈ ગઈ અને આ અકસ્માત થયો હતો.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Bihar News, Compensation, PM Modi પીએમ મોદી, Road accident

  विज्ञापन
  विज्ञापन