Home /News /national-international /કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા, પોલીસને મિસ્ટ્રી મિત્રની શોધ, સુસાઇડ નોટમાં છે તેનો ઉલ્લેખ
કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા, પોલીસને મિસ્ટ્રી મિત્રની શોધ, સુસાઇડ નોટમાં છે તેનો ઉલ્લેખ
ધારાસભ્ય સંજય યાદવના પુત્ર વિભુએ ઘરમાં રહેલી લાયસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરી હતી
Vaibhav Yadav Suicide Case- વિભુ ઉર્ફે વૈભવ યાદવે 4 પાનાની અંગ્રેજીમાં એક સુસાઇડ નોટ પણ લખી છે, તેમાં વૈભવે ઘણી વાતો લખી છે જોકે આત્મહત્યાના કારણનો ઉલ્લેખ કર્યો નથી
જબલપુર : બરગી વિધાનસભા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય સંજય યાદવના (Congress MLA Sanjay Yadav)પુત્ર વિભુ ઉર્ફે વૈભવ યાદવના (Vibhu Yadav Suicide)આત્મહત્યાના (Suicide)મામલામાં પોલીસ હવે દરેક એંગલ પર તપાસ કરી રહી છે. વિભુ યાદવના અંતિમ સંસ્કારમાં ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને નમ આંખોથી વિદાય આપી હતી.
બીજી તરફ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. જાણકારી પ્રમાણે વૈભવે આત્મહત્યા (Vaibhav Yadav Suicide Case)કરતા પહેલા 4 પાનાની અંગ્રેજીમાં એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં વૈભવે ઘણી વાતો લખી છે. જોકે આત્મહત્યાના કારણનો ઉલ્લેખ કર્યો નથી. આ સાથે વૈભવે પોતાના ચાર મિત્રોને પણ મેસેજ કરીને અલવિદા કહ્યું હતું. હવે પોલીસ આ મિત્રોને પૂછપરછ કરી રહી છે.
મિસ્ટ્રી મિત્રની શોધ
પોલીસ સુસાઇડ નોટના તે પોઇન્ટ પર તપાસ કરી રહી છે જેના પર વિભુએ લખ્યું હતું કે તે પોતાના મિત્રના બોલાવવા પર જઈ રહ્યો છે. આખરે આ મિસ્ટ્રી મિત્ર કોણ હતો અને તેના પાછળની કહાની શું છે. આ બધી વાતોના રહસ્ય ખોલવા પર પોલીસ દરેક બાબત પર તપાસ કરી રહી છે. પોલીસ બાબતે પણ તપાસ કરી રહી છે કે વૈભવ સાઇકોલોજીનો અભ્યાસ કરી રહ્યો હતો ક્યાંક આ અભ્યાસ દરમિયાન તેના મનમાં કોઇ અન્ય વિચારે તો જન્મ તો લઇ લીધો નથીને. આ મુદ્દે પર પોલીસ તપાસ કરી રહી છે.
વિભુએ ચાર પાનાની સુસાઇડ નોટ લખી છે. જેમાં ઘણી વાતો લખેલી છે. વિભુએ લખ્યું કે મારા મમ્મી, પાપા અને ભાઇ બધા સારા છે. મને તેમનાથી કોઇ ફરિયાદ નથી. હું હવે પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું. તેણે પોતાના ચાર મિત્રોને પણ મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું કે તમે બધા ઘણા સારા છો, તમારી સંભાળ રાખજો. હું જઇ રહ્યો છું. વિભુ સાઇકોલોજીમાં અભ્યાસ કરી રહ્યો હતો અને આગળના અભ્યાસ માટે વિદેશ જવા માંગતો હતો.
ધારાસભ્ય સંજય યાદવના પુત્ર વિભુએ ઘરમાં રહેલી લાયસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યા કરી હતી. ગોળી તેના માથામાં વાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને પરિવારના લોકો દોડી આવ્યા હતા પણ ત્યારે વિભુ લોહીથી લથપથ થઇને પડ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધી તેનું મોત થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર