Home /News /national-international /જીજ્ઞેશ મેવાણીને મળ્યા જામીન, પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અંગે થઇ હતી ધરપકડ

જીજ્ઞેશ મેવાણીને મળ્યા જામીન, પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અંગે થઇ હતી ધરપકડ

જીગ્નેશ મેવાણી ફાઇલ તસવીર

Gujarat News: પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા.

ગુવાહાટીઃ ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને (Jignesh Mevani gets bail) આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ગયા અઠવાડિયે આ ધારાસભ્યની અચાનક ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વિટ (Tweet against PM Modi) કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. કોકરાઝારની એક કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. નોંધનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.

પીએમ સામે ટ્વિટ કરવા અંગે થઇ હતી ધરપકડ

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાત્રિના 11.30 વાગ્યે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવેલી એક ટ્વીટને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પીએમ મોદી, કે જેઓ ગોડસેને ભગવાન માને છે, તેઓ 20 તારીખથી ગુજરાત પ્રવાસ પર છે, અને તેઓએ ગુજરાતના ખંભાત, વેરાવળ અને હિંમતનગરમાં થયેલાં કોમી રમખાણો મામલે શાંતિ અને અમનની અપીલ કરવી જોઈએ. મહાત્મા મંદિરના નિર્માતા પાસેથી આટલી તો આશા બને છે ને?

આ પણ વાંચો - કંડલા પોર્ટથી 1439 કરોડના હેરોઇન કેસમાં એક આરોપીની પંજાબથી ધરપકડ

આ ગુના નોંધવામાં આવ્યા 

આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં મેવાણી દ્વારા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ઉપર પણ આકરાં પ્રહાર કરતી એક ટ્વીટ કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણી સામે સેક્શન 120બી (ક્રિમિનલ ષડયંત્ર), સેક્શન 153એ (બે સમુદાય વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295એ, 504 (શાંતિના ભંગને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વકનું અપમાન) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો - હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્યો મોટો ઈશારો, શું કેસરિયા કરવાની તૈયારી?

આમની ફરિયાદ બાદ થઇ ધરપકડ

ભબાનીપુર કોકરાઝર, આસામના અરૂપકુમાર ડેની ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાંઘાજનક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતુ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસે'ની પૂજા કરે છે અને પોતાના ભગવાન માન છે. 20મી એપ્રિલના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના હિંમતનગર, ખંભાતમાં થયેલા કોમી રમખાણો માટે લોકોને જાહેરમાં શાંતિ અને એકતા માટેની અપીલ કરવી જોઇએ.

મેવાણીની ધરપકડ બાદ દેખાવો કરનાર આસામ કોંગ્રેસનુ કહેવુ છે કે, ગુજરાતમાં મેવાણીના પ્રભાવને નિષ્ફળ કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે, મને તો જિગ્નેશ મેવાણી કોણ છે તે જ નથી ખબર.
First published:

Tags: Gujarat Politics, Jignesh Mevani

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો