બારપેટાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi Gujarati visit) આવે એ પહેલા જ આસામ પોલીસે (Assam Police) વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની (Vadgam MLA Jignesh Mevani) ધરપકડ કરીને આસામ લઈ ગઈ હતી. જોકે, એક કેસમાં જામીન મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારી સાથે કથિત મારપીટ કેસમાં ધરપકડ થઈ હતી. જોકે આજે શુક્રવારે બારપેટા જિલ્લાની કોર્ટે (Barpeta jilla court) જિગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા. જોકે, 30 એપ્રિલ સુધી જિગ્નેશ મેવાણી જેલ મુક્ત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત ટ્વિટ પર કોકરાઝાર પોલીસે ફરિયાદ દાખલ કરી હતી મળતી માહિતી પ્રમાણે આસામ પોલીસની એક ટીમે ગયા અઠવાડિયે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત ટ્વિટ પર નોંધાયેલા કેસમાં અપક્ષ ધારાસભ્યની ધરપકડ કરી હતી. આ ટ્વિટમાં મેવાણીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. કોકરાઝાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, મેવાણીએ પણ આ જ ટ્વીટનો ઉપયોગ કરીને મોદીને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની અપીલ કરી હતી.
ટ્વીટ કેસમાં જામીન મુક્ત થયા બાદ ફરી થઈ હતી ધરપકડ ટ્વીટના સંબંધમાં જામીન પર મુક્ત થયા પછી, મેવાણીની ફરી એક મહિલા પોલીસ કર્મચારી પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જે તેને કોકરાઝાર લાવવાની ટીમનો ભાગ હતા.
પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ગત સપ્તાહે બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એફઆઈઆર અનુસાર, તેણે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. મેવાણીને ગત સપ્તાહે ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્યારે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર