DCGIની મોટી જાહેરાત, કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી

DCGIએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી

DCGIએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી

  • Share this:
    નવી દિલ્હીઃ  ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India)એ ભારત (India)માં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક (Bharat Biotech)ને કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

    આ દરમિયાન જણાવવામાં આવ્યું કે એક્સપર્ટ કમિટીએ ભલામણ કરી કે દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ (Covishield) વેક્સીન અને ભારતબાયોટેકની કોવેક્સીન (Covaxin)ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળી વેક્સીન તૈયાર કરી છે.

    ડીસીજીઆઈએ જાણકારી આપી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. વેક્સીનેશન દરમિયાન આ વેક્સીનના 2-2 ડોઝ આપવામાં આવશે. બીજી તરફ કેડિલા હેલ્થકેરની વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણને પણ મંજૂરી આપવામાં આવી છે.

    DCGIના નિદેશકે જણાવ્યું કે, બંને વેક્સીન બિલકુલ સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં (Restricted use in emergency conditions) કરી શકાશે. DCGI મુજબ બંને વેક્સીનના બે-બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવશે. આ બંને વેક્સીનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખવામાં આવશે.

    નોંધનીય છે કે, ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા જ્યારે કોઈ દવા, ડ્રગ, વેક્સીનને છેલ્લી મંજૂરી આપી છે, ત્યારે તે દવાઓ, વેક્સીનનો સાર્વજનિક ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI વેક્સીન પર કરવામાં આવેલા પરીક્ષણોના આંકડાનું ઝીણવટભર્યું અધ્યયન કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટ સંતુષ્ટ થાય છે ત્યારે જ તેઓ વેક્સીનના સાર્વજનિક ઉપયોગની મંજૂરી આપે છે.

    DCGIની પ્રેસ કોન્ફરન્સ એવા સમયમાં થઈ જ્યારે કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિ તરફથી શનિવારે જ ભારતમાં સ્વદેશી રીતે વિકસિત કોવિડ-19 વિરોધી વેક્સીન કોવેક્સીનને કેટલીક શરતોની સાથે ઇમજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી ચૂકી છે. આ પહેલા, CDSCOની કોવિડ-19 સંબંધિત એક વિષય વિશેષજ્ઞ સમિતિ (SIC)એ શુક્રવારે ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. SICની ભલામણની સાથે જ ભારતમાં કોરોનાની પહેલા વેક્સીનનો રસ્તો સાફ થઈ ગયો હતો.

    આ પણ વાંચો, લાલ કીડીઓની ચટણીથી થશે કોરોનાનો ઈલાજ? હાઈકોર્ટે આયુષ મંત્રાલયને સંશોધન કરવા આપ્યો આદેશ

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ વાતની જાણકારી આપવામાં આવી છે કે CDSCOની વિષય વિશેષજ્ઞ સમિતિએ ભારતમાં કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે સીરમ ઇન્ટિેિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ને મંજૂરી આપવાની ભલામણ કરી છે, જે અનેક નિયામક શરતોને આધીન છે. નોંધનીય છે કે, કોવેક્સીનને ભારતીય ચિકિત્સા અુનસંધાન પરિષદ (ICMR)એ ભારત બાયોટેક (Bharat BioTech)ની સાથે મળી વિકસિત કરી છે.

    ભારતે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના સ્ટ્રેનનો કર્યો અલગ

    ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે કહ્યું કે બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર (સ્ટ્રેન) (Coronavirus New strain)નું ભારતમાં સફળતાપૂર્વક ‘કલ્ચર’ કર્યો છે. ‘કલ્ચર’ એક એવી પ્રક્રિયા છે, જેમાં કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિઓમાં ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે.

    આ પણ વાંચો, ટ્રમ્પે H1-B સહિતના વર્ક વીઝા પર પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવ્યો, ભારતીયો મૂકાશે મુશ્કેલીમાં

    ICMRએ એક ટ્વીટમાં દાવો કર્યો કે કોઈ પણ દેશે બ્રિટનમાં મળલા સાર્સ-કોવી-2ના નવા પ્રકારને અત્યાર સુધી સફળતાપૂર્વક પૃથક કે ‘કલ્ચર’ નથી કર્યો. ICMRએ કહ્યું કે વાયરસના બ્રિટનમાં સામે આવેલા નવા પ્રકારને તમામ સ્વરૂપોની સાથે રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાનમાં હવે સફળતાપૂર્વક પૃથક અને કલ્ચર કરી દેવામાં આવ્યો છે. તેના માટે નમૂના બ્રિટનથી પરત ફરેલા લોકોથી એકત્ર કરવામાં આવ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: