Home /News /national-international /WHOના અધિકારીએ કહ્યું- Delta Variantની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે કોરોના વેક્સીન

WHOના અધિકારીએ કહ્યું- Delta Variantની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે કોરોના વેક્સીન

પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે 18-70 વર્ષની વયના 120 તંદુરસ્ત લોકોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ક્લિનિકલ ટ્રાયલ ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ની ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી હેઠળ કરવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર ફેઝ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે અને ફેઝ 2ના ટ્રાયલમાં 18-75 વર્ષની વયના લગભગ 500 તંદુરસ્ત લોકોનો અભ્યાસ કરવામાં આવશે.

ચિંતાનું કારણઃ કોવિશીલ્ડ અને કોવેક્સીન ડેલ્ટા વેરિયન્ટ પર કેટલી પ્રભાવી?

નવી દિલ્હી. હાલના સમયમાં દુનિયામાં ઉપલબ્ધ કોરોના વેક્સીન (Covid Vaccine) નવા ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant)ની વિરુદ્ધ ઓછી પ્રભાવી લાગી રહી છે. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના સંક્રામક રોગોના વિશેષજ્ઞે જણાવ્યું છે. વિશેષજ્ઞે એવું પણ કહ્યું છે કે ભવિષ્યમાં નવા પ્રકારના મ્યૂટેશન પણ જોવા મળી શકે છે જેની વિરુદ્ધ વેક્સીનનો પ્રભાવ કદાચ વધુ ઓછો હોય. જોકે હજુ પણ કોરોનાની વિરુદ્ધ વેક્સીનને સૌથી કારગર હથિયારના રુપમાં જોવામાં આવે છે.

ડેલ્ટા વેરિયન્ટ કે પછી B.1.617.2 વેરિયન્ટને ભારતમાં કોરોનાની બીજી ભયાનક લહેર માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હવે આંકડાઓ મુજબ યૂનાઇટેડ કિંગડમમાં પણ ત્રીજા લહેરનો પ્રકોપ આ જ વેરિયન્ટના કારણે વધી રહ્યો છે. હવે ડેલ્ટા વેરિયન્ટમાં મ્યૂટેશન બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ બને છે. ભારતમાં હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટે પણ પગ ફેલાવાનું શરૂ કરી દીધું છે. હાલ મહારાષ્ટ્ર અને કેરળમાં કોવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અનેક કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ડેલ્ટા વેરિયન્ટના 21 કેસ સામે આવ્યા છે. બીજી તરફ, કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ઓછામાં ઓછા 3 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો, કોરોનાના નવા વેરિયન્ટ સામે બુસ્ટર ડોઝ અંગે કંઈ કહેવું ઉતાવળ ગણાશે- WHOના ટોચના વૈજ્ઞાનિક

કોવિશીલ્ડ અને કોવેક્સીન ડેલ્ટા વેરિયન્ટ પર કેટલી પ્રભાવી?

આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ (ICMR)ના વૈજ્ઞાનિકોએ પોતાની શોધના પ્રારંભિક રિપોર્ટ્સમાં જાણકારી આપી હતી કે કોવિશીલ્ડ (Covisshield) અને કોવેક્સીન (Covaxin) કોરોના વાયરસના B.1.617.2 વેરિયન્ટની વિરુદ્ધ થોડીક જ એન્ટીબોડી તૈયાર કરી રહી છે, પરંતુ તે વેક્સીન કોરોનાના અન્ય વેરિયન્ટ પર પ્રભાવી છે.

આ પણ વાંચો, Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ



ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ વેક્સીનના પ્રભાવ પર રિસર્ચ ચાલુ છે

અનેક પ્રયોગશાળા પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે ડેલ્ટા સંસ્કરણમાં અન્ય પ્રકારોની તુલનામાં વેક્સીન માટે મજબૂત પ્રતિરોધ છે. જૂન મહિનાની શરૂઆતમાં લેસેન્ટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક બ્રિટિશ અધ્યયને ડેલ્ટા, અલ્ફા (પહેલા બ્રિટનમાં સામે આવ્યો) અને બીટા (પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો) વેરિયન્ટના સંપર્કમાં આવનારી વેક્સીન લેનારા લોકોમાં બનેલી એન્ટીબોડીને નિષ્ક્રિય કરવાના સ્તરને ચેક કર્યું હતું. કોરોના વાયરસના નવા સ્વરૂપોને લઈ વૈજ્ઞાનિક સતત એવા રિસર્ચ કરી રહ્યા છે કે વેક્સીન તેની વિરુદ્ધ કેટલી પ્રભાવી છે. ડેલ્ટા વેરિયન્ટ હાલ દુનિયાભરમાં ચિંતાનું કારણ છે.
First published:

Tags: Corona vaccine, Covid vaccine, COVID-19, Delta variant, Pandemic, Who