Corona Virus: વેક્સિનને જોઇએ છે -70 ડિગ્રી તાપમાન, સરકાર સામે કોલ્ડ સ્ટોરેજનો પડકાર

(પ્રતિકાત્મક તસવીર)

કોરોના વેક્સીનના સંગ્રહ માટે તાપમાન -70 ° સે જરૂરી છે. દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું કે રસીને આટલા ઓછા તાપમાને રાખવી એ ભારતમાં એક મોટો પડકાર છે. આ પડકાર ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારો માટે વિકટ બની શકે છે.

  • Share this:
    2020નું આ આખુ વર્ષ કોરોના વાયરસના ભય હેઠળ પસાર કર્યું છે. આવી સ્થિતિમાં, દરેકની નજર કોરોના રસી પર છે. ભારતમાં પણ કોવિડ દર્દીઓની સંખ્યા 86 લાખને વટાવી ગઈ છે. દર્દીઓ ઉપરાંત ભારત સરકાર સામે એક મોટી સમસ્યા તે ઊભી થઇ છે કે દેશમાં રસી સ્ટોરેજની તૈયારીને લઇને એક મોટો પડકાર તંત્રની સામે આવ્યો છે.

    -70 ડિગ્રી તાપમાન જરૂરી છે
    ખાસ વાત એ છે કોરોના વેક્સીનના સંગ્રહ માટે તાપમાન -70 ° સે જરૂરી છે. દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કહ્યું કે રસીને આટલા ઓછા તાપમાને રાખવી એ ભારતમાં એક મોટો પડકાર છે. આ પડકાર ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારો માટે વિકટ બની શકે છે. કારણ કે આ વિસ્તારોમાં આવા ઠંડા વાતાવરણની તૈયારી કરવી ખૂબ જ પડકારરૂપ છે.

    નોંધનીય છે કે રસીકરણની રેસમાં લીડ મેળવી છે. અને ફાઈઝર (Pfizer) નામની કંપનીએ જાહેરાત કરી છે કે તેમની રસી 90 ટકા અસરકારક સાબિત થઇ રહી છે.મીડિયા અહેવાલો દર્શાવે છે કે દેશમાં કોલ્ડ ચેઇનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વેક્સીન સ્ટોરેજ મામલે સરકારની તૈયારીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલે દાવો કર્યો છે કે રસીના ટ્રાંસપોર્ટેશન માટે તાપમાન -70 ની જરૂર પડે છે અને દેશમાં આવી કોઈ સુવિધા હાલ ઉપલબ્ધ નથી.

    જોકે મીડિયા અહેવાલો દર્શાવે છે કે અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોટેકની રસી મામલે હજી કોઈ કરાર થયા નથી, પરંતુ કેન્દ્ર સરકાર આ મામલે તૈયારીમાં છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ મામલે સંકેત આપ્યો છે.

    વધુ વાંચો : સ્કોર્પિનની 5મી સબમરીન નેવીમાં જોડાઇ, ભારતની અરબી સમુદ્રમાં તાકાત વધી

    કોરોનાનો આંકડો 86 લાખ દર્દીઓને પાર
    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 47905 નવા કેસ નોંધાયા છે. આ વાત જણાવે છે કે ભારતના લોકોને જલ્દીમાં જલ્દી વેક્સીનની જરૂર છે. વળી આ  સમયે, 550 નવા મોત થયા છે.

    આ સંદર્ભમાં દેશમાં કોરોના દર્દીઓનો આંકડો વધીને 86 લાખ 83 હજાર 917 પર પહોંચી ગયો છે અને કુલ મૃત્યુઆંક 1 લાખ 28 હજાર 121 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 11 નવેમ્બર સુધીમાં કુલ 12 કરોડ 19 લાખ 62 હજાર 509 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published: