નવી દિલ્હી : ભારતમાં ઇમરજન્સી યૂઝની મંજૂરી મળ્યા પછી કોવેક્સીનને (Covaxin)લઈને ઘણા પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેને લઈને ભારતના બાયોટેકના પ્રમુખ કૃષ્ણા એલ્લા જવાબ આપી ચૂક્યો છે. જોકે હવે લૈંસેટ જર્નલની સ્ટડીમાં પણ કોવેક્સીનના પ્રથમ ફેઝના પરિણામોમાં ઇમ્યૂનિટી રિસ્પોન્સ ડેવલપ થવાની વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દેશમાં સરકાર પણ લોકોને વેક્સીનને લઈને ભય દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.
સુચિત્રા એલ્લાએ કહ્યું - ગર્વની વાત
ભારત બાયોટેકના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા એલ્લાએ ટ્વિટ કર્યું કે પ્રતિષ્ઠિત જર્નલ લૈંસેટમાં કોવીક્સીનના પ્રથમ ફેઝના ટ્રાયલ પરિણામોનો સ્ટડી પબ્લિશ થવી ગર્વની વાત છે. આ કોઇ ભારતીય વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ ડેટા પલ્બિકેશનનો પ્રથમ મામલો છે.
આ પણ વાંચો - માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, કાળજુ કંપાવતો VIDEO વાયરલ
ઘણા એક્સપર્ટોએ મળીને લખ્યું પેપર
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે 375 લોકો પર કરેલા આ ટ્રાયલના પરિણામોમાં કોવેક્સીનની એન્ટી બોડી બનતી જોવા મળી છે. તેના પર પેપર એઇમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયા, કૃષ્ણા એલ્લા, ડો. સમીરન પાંડા અને પ્રોફેસર બલરામ ભાર્ગવે લખ્યું છે.
મ્યૂટેશન ઉપર પણ સફળ હોવાની આશા
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંક્રામક વિભાગના હેડ ડો. સમીરન પાંડાએ કહ્યું હતું કે ભારત દ્વારા બનાવેલી વેક્સીન કોવીક્સીને મોટા સ્તર પર એન્ટીજેન પર પોતાનો પ્રભાવ બતાવ્યો છે. આવામાં આશા છે કે તેની અસર વાયરસના મ્યૂટેશન ઉપર પણ પડશે. આઈસીએમઆર અને ભારત બાયોટેકે સાથ મળીને કોવેક્સીન વિકસિત કરી છે.
Published by:Ashish Goyal
First published:January 22, 2021, 22:50 pm