નવી દિલ્હી. દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ની સ્થિતિને નિયંત્રિત કરવા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે 2થી 18 વય જૂથના બાળકો ઉપર પણ વેક્સીનના ટ્રાયલ શરૂ થઈ જશે. સરકારે મંગળવારે કહ્યું કે 2-18 વર્ષની ઉંમરના બાળકો પર કોરોના વાયરસ વિરોધી કોવેક્સીન (Covaxin)ની અસરના ટ્રાયલ 10-12 દિવસમાં શરૂ થશે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, કોવેક્સીનને 2થી 18 વય જૂથ માટે ફેઝ-2 અને ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ (DCGI)એ સ્વીકૃતિ આપી દીધી છે.
વીકે પૉલે કહ્યું છે કે, મને જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ આગામી 10-12 દિવસમાં શરૂ થઈ જશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા નિર્મિત કોવેક્સીન વાયરસના મોટાભાગના વેરિયન્ટની વિરુદ્ધ પ્રભાવી હોવાનું સામે આવ્યું છે.
બાળકો માટે ટ્રાયલની આ જાહેરાત એ અહેવાલોની વચ્ચે થઇ જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ બાળકોને વધુ પ્રભાવિત કરી રહ્યા છે. આ પહેલા દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મંગળવારે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો કે સિંગાપુરની સાથે તમામ હવાઈ સેવાઓને તાત્કાલિક રદ કરી દેવી જોઈએ કારણ કે ત્યાં સામે આવેલું કોરોના વાયરસનું નવું સ્વરૂપ બાળકો માટે ‘ખૂબ ખતરનાક’ ગણાવવામાં આવી રહ્યું છે.
બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા જરૂરી- રાહુલ ગાંધી
કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ સરકારમાં જેટલી સરળતાથી સવાલ ઉઠાવનારા લોકોની ધરપકડ થાય છે, જો એટલી જ સરળતાથી વેક્સીન મળી જાય તો દેશ આજે આ દર્દનાક સ્થિતિમાં ન હોત. તેઓએ એવું પણ કહ્યું કે દેશના ભવિષ્ય માટે ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જગાડવાની જરૂર છે.
રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે, આવનારા સમયમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા પડશે. પીડિયાટ્રિક સ્વાસ્થ્ય સુવિધાઓ તથા વેક્સીન-સારવારના પ્રોટોકોલ અત્યારથી તૈયાર થવા જોઈએ. દેશના ભવિષ્ય માટે વર્તમાન ‘મોદી સિસ્ટમ’ને ઊંઘમાંથી જાગવાની જરૂર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર