Coronavirus Vaccine: કોરોના વેક્સીનની પહેલી ખેપ SIIથી થઈ રવાના, સરકારે ખરીદ્યા 1.1 કરોડ ડોઝ

Coronavirus Vaccine: કોરોના વેક્સીનની પહેલી ખેપ SIIથી થઈ રવાના, સરકારે ખરીદ્યા 1.1 કરોડ ડોઝ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પુણે સ્થિત પ્રોડક્શન સેન્ટરથી કોવિશીલ્ડની પહેલી ખેપ કડક સુરક્ષાની વચ્ચે ડિસ્પેચ થઈ

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પુણે સ્થિત પ્રોડક્શન સેન્ટરથી કોવિશીલ્ડની પહેલી ખેપ કડક સુરક્ષાની વચ્ચે ડિસ્પેચ થઈ

  • Share this:
    Coronavirus Vaccine: દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. મંગળવાર સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના પુણે સ્થિત પ્રોડક્શન સેન્ટરથી કોવિશીલ્ડ (Covishield)ની પહેલી ખેપ કડક સુરક્ષાની વચ્ચે ડિસ્પેચ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકા (Oxford-AstraZeneca)ની વેક્સીન કોવિશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર એક કરોડ દસ લાખ ડોઝનો છે. ઓર્ડર મુજબ, વેક્સીનના દરેક ડોઝની કિંમત 200 રૂપિયા છે. તેની પર 10 રૂપિયા GST લાગશે, એટલે કે તેની કિંમત 210 રૂપિયા હશે.

    3 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે વેક્સીન



    કોવિશીલ્ડની વેક્સીનના બોક્સને પુણે એરપોર્ટ લઈ જવા માટે ત્રણ કન્ટેનર ટ્રકોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટ્રકોમાં વેક્સીનને ત્રણ ડિગ્રી તાપમાનમાં રાખીને પુણે એરપોર્ટ પહોંચાડવામાં આવી, જ્યાંથી કુલ 8 ફ્લાઇટ કોવિશીલ્ડ વેક્સીને 13 વિવિધ સ્થળો પર લઈ જવામાં આવશે. પહેલી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ માટે રવાના થશે. પછી દિલ્હીથી વેક્સીનને દેશના અલગ-અલગ હિસ્સામાં મોકલવામાં આવશે.

    આ પણ વાંચો, Shripad Naik Accident: પરિવાર સાથે ગોકર્ણ પરત ફરી રહ્યા હતા શ્રીપદ નાઇક, હાઇવે પર શોર્ટકટ લેવો પડ્યો મોંઘો!

    સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારત સરકારે કોરોના વાયરસની વેક્સીન (Coronavirus Vaccine)ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ (Covishield) વેક્સીનના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારને સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સીન 200 રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે.

    નોંધનીય છે કે, ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. કોવિશીલ્ડને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને વિકસિત કરી છે. આ પ્રથમ વેક્સીન છે જેના ત્રણ ચરણના ક્લીનિકલ પરીક્ષણો પર એક વૈજ્ઞાનિક અધ્યયન પ્રકાશિત થયું છે. કોવિશીલ્ડને અત્યાર સુધી ભારત, બ્રિટન, આર્જેન્ટિના, મેક્સિકોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.

    આ પણ વાંચો, મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

    કોવિશીલ્ડનું નિર્માણ કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે. બજારમાં તેનું એક ઇન્જેક્શન કે ડોઝ 1000 રૂપિયામાં વેચવામાં આવશે. જોકે ભારત સરકારને કંપની ફક્ત 200 રૂપિયામાં આપશે. એસઆઈઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અદાર પૂનાવાલાએ આ જાણકારી આપી છે. ભારત જેવા દેશમાં આ રસી એકદમ યોગ્ય છે કારણ કે તેને સામાન્ય રેફ્રીજરેટર તાપમાન (બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ)પર ઓછામાં ઓછા છ મહિના સુધી રાખવામાં આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 12, 2021, 08:51 am

    टॉप स्टोरीज