હવે ડ્રોનથી પહોંચાડવામાં આવશે વેક્સિન અને દવાઓ, બેંગલરુંમાં આજથી શરૂ થશે ટ્રાયલ

પ્રતિકાત્મક તસવીર

મેડિકલ ડ્રોન ડિલીવરીનું ટ્રાયલ આજથી બેંગલુરુંમાં શરૂ થશે. થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ નામની કંપની આજે બેંગલુરુંથી 80 કિમી દૂર ગૌરીબિદનુરમાં 30થી 45 દિવસ સુધી ચાલનાર ટ્રાયલની શરૂઆત કરશે.

 • Share this:
  દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસો વચ્ચે વેક્સિનને સૌથી મોટા સુરક્ષા કવચ તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક સુધી કોરોનાની રસી પહોંચાડવા માંગે છે. જોકે એવા પણ ઘણા વિસ્તારો છેકે જ્યાં વેક્સીન સમયસર પહોંચાડવી સરળ નથી. આ જ કારણ છે કે આવા વિસ્તારોમાં કોરોના વેક્સિન અને દવાઓ- પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ડ્રોનને બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ મેડિકલ ડ્રોન પણ કહેવામાં આવે છે. મેડિકલ ડ્રોન ડિલીવરીનું ટ્રાયલ આજથી બેંગલુરુંમાં શરૂ થશે. થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ નામની કંપની આજે બેંગલુરુંથી 80 કિમી દૂર ગૌરીબિદનુરમાં 30થી 45 દિવસ સુધી ચાલનાર ટ્રાયલની શરૂઆત કરશે.

  આ પણ વાંચો- OMG: કોરોનાનાં કારણે મગજમાં થાય છે ગંભીર અસર, સોજો નર્વ સિસ્ટમમાં ફેલાય છે

  થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ કંપનીએ ઇનવોલી સ્વિસની સાથે મળીને આ પ્રોજેક્ટને આજથી શરૂ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. આપને જણાવી દઇએ કે ઇનવોલી-સ્વિસ વ્યવહારિક ડ્રોન એપ્લિકેશન તૈયાર કરવામાં અને એર ટ્રાફિક અવેરનેસ સિસ્ટમ બનાવવામાં માહિર છે. આ સાથે જ હનીવેલ એરોસ્પેસ આ પ્રોજેક્ટમાં સેફ્ટી એક્સપર્ટની ભૂમિકામાં રહેશે. ડ્રોન દ્વારા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં વપરાતા સોફ્ટવેરને રેડિંટ નામ આપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો- લોન્ચ થતા પહેલા Windows 11ની જાણકારી થઇ ગઈ લીક, બદલાઈ ગયું UI અને સ્ટાર્ટ મેન્યુ

  થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સના સીઇઓ નાગેન્દ્રન કંડાસામીએ જણાવ્યું કે, મેડકોપ્ટરનું નાનું ડ્રોન 1 કિલોગ્રામ વજનની દવાઓના બોક્સને 15 કિમી સુધી લઇ જવામાં સક્ષમ છે. જ્યારે બીજુ મેડકોપ્ટરનું બીજું ડ્રોન 2 કિગ્રા વજનના સામાનને 12 કિમી સુધી લઇ જઇ શકે છે. તેમણે જણાવ્યું કે, 30થી 45 દિવસો સુધી ચાલનાર આ ટ્રાયલમાં અમે ડ્રોનની રેન્જ અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખશું. તેમણે વધુમાં જણાવ્યું કે, ડીજીસીએ અનુસાર ટ્રાયલ દરમિયાન અમારે ઓછામા ઓછી 100 કલાકની ઉડાન ભરવી પડશે. જોકે અમારું લક્ષ્ય લગભગ 125 કલાક ઉડાન ભરવાનું છે. ટ્રાયલ બાદ આ પ્રોજેક્ટરને સમીક્ષા માટે ડીજીસીએને સોંપવામાં આવશે.

  આ  પણ વાંચો- OMG: કોરોનાનાં કારણે મગજમાં થાય છે ગંભીર અસર, સોજો નર્વ સિસ્ટમમાં ફેલાય છે

  પહેલો અધિકારીક મેડિકલ ડ્રોન ડિલીવરી એક્સપરીમેન્ટ- થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સના સીઇઓ નાગેન્દ્રન કંડાસામીએ જણાવ્યું કે, ડીજીસીએએ 20 માર્ચ, 2020એ જ ડ્રોનના ટ્રાયલની પરવાનગી આપી દીધી હતી. પરંતુ કોરોના અને અન્ય કારણોસર આ પ્રોજેક્ટનું ટ્રાયલ શરૂ કરવામાં મોડું થયું. કંડાસામીએ જણાવ્યું કે, બે અન્ય કંસોર્ટિયમની પાસે પણ ડ્રોનના ટ્રાયલની અનુમતિ છે પરંતુ કાનૂની રીતે અમારો પહેલો આધિકારિક ડ્રોન ડિલીવરી એક્સપરિમેન્ટ છે.
  First published: