કોરોનાથી સાજા થયેલા લોકોને 6 મહિનાને બદલે 9 મહિના બાદ અપાય વેક્સીન- સરકારી પેનલની ભલામણ

NTAGI પેનલે કહ્યું છે કે સંક્રમણ થવાના અને પહેલા ડોઝ મળવાના વચ્ચેના અંતરને વધારવાથી એન્ટીબોડી વધવામાં મદદ મળી શકે છે

NTAGI પેનલે કહ્યું છે કે સંક્રમણ થવાના અને પહેલા ડોઝ મળવાના વચ્ચેના અંતરને વધારવાથી એન્ટીબોડી વધવામાં મદદ મળી શકે છે

 • Share this:
  નવી દિલ્હી. સરકારી પેનલે ભલામણ કરી છે કે જે લોકો કોવિડ-19 (COVID-19)થી સાજા થઈ ગયા છે તેમને સંક્રમણથી સાજા થયાના 9 મહિના બાદ કોવિડની વેક્સીન આપવી જોઈએ. વેક્સીનેશન (Vaccination In India) પર રાષ્ટ્રીય ટેકનીકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે. આ પહેલા NTAGIએ 6 મહિનાનું અંતર રાખવાની ભલામણ કરી હતી. પેનલે હવે 9 મહિનાના લાંબા અંતરાળની મંજૂરી માટે સરકારને સલાહ આપી છે.

  NTAGI તરફથી આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે સલાહકાર પેનલે કોવિશીલ્ડ (Covishield)ના બે ડોઝની વચ્ચે અંતરને વધારીને 12-16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી. પહેલા કોવિશીલ્ડના બે ડોઝ 4થી 8 સપ્તાહના અંતરમાં લેવાના હતા. માનવામાં આવી રહ્યું છે કે વિશેષજ્ઞ પેનલે સમય મર્યાદાની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ડેટાને સંદર્ભમાં રાખ્યા છે જેથી કોઈને ફરી સંક્રમિત થવાનો ખતરો ન રહે.

  આ પણ વાંચો, દુનિયામાં સાથે આવ્યા અને સાથે જ કહ્યું અલવિદા, કોવિડે મેરઠના બે જોડીયા ભાઈઓનો લીધો જીવ

  એન્ટીબોડી વધવામાં મળશે મદદ

  પેનલે કહ્યું છે કે સંક્રમણ થવાના અને પહેલા ડોઝ મળવાના વચ્ચેના અંતરને વધારવાથી એન્ટીબોડીને વધુ વધવામાં મદદ મળી શકે છે. અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર એક અધિકારીએ કહ્યું કે અમે એક ભલામણ કરી છે જેમાં કોરોના સંક્રમિત થયેલા લોકોના વેક્સીનેશનની સમય સીમાને વધારવાનું કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, આ ગામના લોકો સતત 6 દિવસ સૂઈ રહેવાની બીમારીનો ભોગ બન્યા, કારણ શોધવા સંશોધકો ઊંધા માથે

  પેનલે એવી પણ ભલામણ કરી છે કે ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓને રસીકરણ માટે યોગ્ય માનવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય એક-બે દિવસમા; આ મામલે નિર્ણય લઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કોરોનાથી સાજા થયેલા અને કોવિડ વેક્સીનના પહેલા ડોઝની વચ્ચે 6 મહિનાનું અંતર સુરક્ષિત છે.

  NTAGIએ પહેલા કહ્યું હતું કે જે લોકોને વેક્સીનનો પેહેલો ડોઝ મળ્યો છે અને બીજા ડોઝ પહેલા કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમને સંક્રમણથી સાજા થયા બાદ 4થી 8 સપ્તાહ રાહ જોવી જોઈએ. ભલામણ કરવામાં આવી હતી કે જે રોગીઓના મોનોક્લોનલ એન્ટીબોડી કે કોન્વલેસન્ટ પ્લાઝ્મા આપવામાં આવ્યા હતા, તેઓ ડિસ્ચાર્જ થવાના દિવસથી ત્રણ મહિના બાદ વેક્સીન લઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: