Home /News /national-international /

Corona Third Wave in India: વિશેષકોના મતે, આ ચાર વાતો પર આધારિત હશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન

Corona Third Wave in India: વિશેષકોના મતે, આ ચાર વાતો પર આધારિત હશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન

વિશેષકોના મતે, આ ચાર વાતો પર આધારિત હશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન

Corona Third Wave in India: આ સમયે સૌથી મોટો ખતરો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે, સ્વાસ્થ્ય વિશેષકો અને કેન્દ્ર સરકારનું માનવું છે કે આવનારા 3 મહીના આ લહેર માટે ખૂબ નાજૂક છે

નવી દિલ્હી : ઘણા દેશોમાં ફરી એક વખત કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. સંક્રમણના ઝપટમાં આવનારા એવા પણ લોકો છે, જેમણે કોરોનાની રસી (Corona Vaccine)ના એક કે બંને ડોઝ લઇ લીધા છે. આ સાથે જ આ સમયે સૌથી મોટો ખતરો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે. સ્વાસ્થ્ય વિશેષકો અને કેન્દ્ર સરકારનું માનવું છે કે આવાનારા 3 મહીના આ લહેર માટે ખૂબ નાજૂક છે.

આ દરમિયાન ઘણા સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કે શું વેક્સિન કોવિડ સંક્રમણ (Covid Infection)થી બચાવવામાં અસરકારક નથી? અન્ય દેશોમાં વધતા દર્દીઓની અસર દેશ પર કેવી પડશે? શું કોરોનાની આ લહેરને ટાળી શકાતી નથી? એવામાં કોવિડ સાથે સંકળાયેલ વિવિધ સવાલોને લઇને ફિઝિશિયન અને એપિડિમેયોલોજિસ્ટ (પબ્લિક પોલિસી અને હેલ્થ સિસ્ટમ વિશેષક) ડો. ચંદ્રકાંત લહરિયા જણાવે છે કે કોરોનાની ત્રીજી લહેર માટે આખરે કઈ ચાર મહત્વની વાતો છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો લહેરને ટાળી શકાય છે.

સવાલઃ શું ભારતમાં પણ ત્રીજી લહેરનું આગમન નક્કી છે? આ લહેર માટે કઇ વસ્તુઓ હોઇ શકે છે જવાબદાર?

જવાબઃ આ વિશે આપણે તે જાણવું જરૂરી છે કે SARS-CoV-2 જ્યાં સુધી આપણી આસપાસ રહેશે અને લોકો તેનાથી સંક્રમિત થશે, ત્યાં સુધી નવી લહેરો આવવાની શક્યતાઓ રહેશે. ત્રીજી લહેર(Third Wave) ક્યારે આવશે અને તેની તીવ્રતા કેટલી હશે તે મુખ્યત્વે ચાર વાતો પણ આધારિત હશે.

- પહેલી, આપણી વસ્તીનો કેટલા ટકા ભાગ કોવિડ સંક્રમિત થયા બાદ પ્રાકૃતિક એન્ટીબોડી મેળવી ચૂક્યો છે અથવા કેટલા ટકા લોકોએ વેક્સિન લગાવી છે.

- બીજી, કોરોના ગાઇડલાઇન્સનું પાલન લોકો કેટલી ગંભીરતાથી કરી રહ્યા છે?

- ત્રીજી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સની શું સ્થિતિ છે, શું તે વધુ સંક્રમક અને ગંભીર છે.

- ચોથી, કુલ વસ્તીના કેટલા ટકા ભાગને કોરોનાની વેક્સિન અપાઇ ચૂકી છે.

સવાલઃ શું ત્રીજી લહેરને ટાળી શકાય છે?

જવાબઃ ઉપર કહેવામાં આવેલી અન્ય વાતોને છોડી દેવામાં આવે તો બીજું તથ્ય અપનાવવું આપણા હાથમાં છે. જો આપણે બધા ગંભીરતાથી કોરોના ગાઇડલાઈન્સનું પાલન કરશું તો કોરોનાની ત્રીજી લહેરને જરૂર ટાળી શકાય છે. આ સાથે જ જો રસીકરણ(Vaccination)ની ગતિને વધારવામાં આવે તો પણ આપણે ત્રીજી લહેરથી બચી શકીએ છીએ. વાયરસ અંગે હાલ પણ એવી ઘણી વાતો છે જેના વિશે આપણને વધુ જાણકારી નથી. જેમ કે કોવિડના હવે ક્યા નવા વેરિએન્ટનો હુમલો થશે? આટલી અનિશ્ચિતતાઓ વચ્ચે મહામારી સામે લડવાનો એક માત્ર રસ્તો છે અને તે છે કોરોનાની તમામ ગાઇડલાઇન્સનું નિયમિત પાલન કરવામાં આવે, જ્યાં સુધી વિશ્વની અડધી વસ્તીને કોરોનાની રસી મળી ના જાય. જો આપણે આમ કરશું તો કોવિડની ત્રીજી જ નહીં, પરંતુ તમામ લહેરો સામે લડી શકીશું.સવાલઃ ભારત સરકારે કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરમાં ઘણી વખત ફેરફાર કર્યા છે, શું તેનાથી રસીકરણ અભિયાન પર અસર થશે?

જવાબઃ આપણી પાસે એવા પણ પુરાવાઓ છે, જેના આધારે કહી શકાય છે કે કોવિશીલ્ડનો એક ડોઝ પણ સંક્રમણ સામે પર્યાપ્ત માત્રામાં એન્ટીબોડી વિકસિત કરવામાં મદદ કરે છે. વેક્સિનથી આપણે સંક્રમણથી થતા મોત અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરીયાતને ઘટાડી શકીએ છીએ. એન્ટિબોડી તરીકે તૈયાર સુરક્ષા કવચ 3 મહીનાથી લઇને 1 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે છે. તે માટે જ્યારે ભારત સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 સપ્તાહ કર્યુ, તેનો સીધો અર્થ છે કે અંતર વધારવાથી વધુ લોકોને કોવિડ વેક્સિનનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો - મંત્રીએ લીધા શપથ, જ્યા સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ કરીશ નહીં

વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર વધારવાનો અર્થ છે કે ઓછા સમયમાં વધુમાં વધુ વસ્તીને કોવિડ વેક્સિન આપીને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઘટાડવી અને સંક્રમણથી ઘટતા મૃત્યુદરને ઓછો કરવો. તેની સાથે લોકોની તે પણ ધારણા છે કે કોવિડ વેક્સિન ડેલ્ટા વેરિએન્ટની સામે વધુ કારગર નહીં હોય. જોકે ઇંગ્લેન્ડ કે યૂકેમાં પ્રયોગ કરાયેલ એસ્ટ્રોજેનિકા કોવિડ વેક્સિન(જેને ભારતમાં કોવિશીલ્ડના નામે લોન્ચ કરાઇ)ને કોવિડના ડેલ્ટા વેરિએન્ટની સામે પણ અસરકારક માનવામાં આવી છે, ઇંગ્લેન્ડના આંકડાઓ અનુસાર એસ્ટ્રોજેનેકાનો માત્ર એક ડોઝ પણ 71 ટકા અસરકારક છે.

તેનાથી તે સાબિત થાય છે કે જે લોકોને કોવિડની કોવિશીલ્ડ વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો છે, તેમને સંક્રમણના ગંભીર જોખમની શક્યતા નથી. રસીકરણથી સંક્રમણથી થતા મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતને ઘટાડી શકાય છે. 12 સપ્તાહ પૂર્ણ થયા બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઇ શકાય છે. મારું એવું માનવું છે કે વેક્સિનના અંતરને લઇને ચિંતા કરવાની જરૂર નથી, તેમને તરત જ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લેવો જોઇએ અને સમય મર્યાદા પૂર્ણ થતા બીજો ડોઝ પણ લેવો જોઇએ.

સવાલઃ કોવિડ સંક્રમણ બાદ થનાર સામાન્ય પોસ્ટ કોવિડ સમસ્યાઓ શું છે? તેનાથી લોકો કઇ રીતે છૂટકારો મેળવી શકે છે?

જવાબઃ સામાન્ય કોવિડ સંક્રમણમાં કોરોના બાદ થનારી સમસ્યાઓ કે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન બે સપ્તાહ બાદ દેખાય છે, જ્યારે ગંભીર કોવિડ સંક્રમણ થવા પર પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન 3 સપ્તાહ બાદ દેખાય છે.(સંક્રમણના પહેલા દિવસના લક્ષણના આધારે). આ સ્થિતિને પોસ્ટ કોવિડ કહેવામાં આવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે કોવિડ સંક્રમિત એક ચતુર્થાંશ દર્દીઓમાં લક્ષણ દેખાવાના 4 સપ્તાહ બાદ પણ પોસ્ટ કોવિડની સમસ્યાઓ સામે આવે છે. 10માંથી 1 કોવિડ સંક્રમિત દર્દી જે હોસ્પિટલમાં દાખલ થયા વગર જ સાજા થયા છે, તેમાં 12 સપ્તાહ બાદ પોસ્ટ કોવિડ સમસ્યાઓ સામે આવી છે. જોકે જેને 12 સપ્તાહ બાદ પણ પોસ્ટ કોવિડની સમસ્યા યથાવત રહી, તેમને લોંગ કોવિડનું નામ આપી શકાય છે.

આપણે તે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે કે પોસ્ટ કોવિડ બ્લેક ફંગસ કે મ્યૂકરમાઇકોસિસની સમસ્યા કોરોનાના ખૂબ ઓછા દર્દીઓમાં જોવા મળી. ફંગસનું સંક્રમણ ખાસ કરીને તે લોકોમાં જોવા મળ્યું, જેમનું શુગર લેવલ અનિયંત્રિત હતું કે પછી જે લાંબા સમયથી સ્ટીરોઈડ થેરેપી પર હતા. કહી શકાય છે કે કોવિડના તમામ દર્દીઓને બીજા પ્રકારના સંક્રમણ થવાની શક્યતાઓ સતત જળવાઇ રહે છે.

સવાલઃ આવા સમયમાં જ્યારે આપણે વાયરસના નવા પ્રકારના મ્યૂટેશન જોઇ રહ્યા છીએ, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું કેટલું જરૂરી છે?

જવાબઃ આપણે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે સરકાર કહી રહી છે માટે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન ન કરવું કે એટલા માટે નહીં કે ગાઇડલાઇન્સનું પાલન નહીં કરવાથી દંડ ભરવો પડશે. પરંતુ આપણે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન એટલા માટે કરવું જોઇએ કે તે કોવિડથી બચવા માટે રક્ષા કવચ છે, મહામારી સામે લડવા હથિયાર છે. વાયરસનો હુમલો ભલે નવા મ્યૂટેશન સાથે થાય પરંતુ જૂની ગાઇડલાઇન્સ હંમેશા કોવિડના દરેક મ્યૂટેશન અને સંક્રમણથી આપણને બચાવશે. કોવિડ ગાઇલાઇન્સની સાથે રસીકરણ સંક્રમણથી બચાવવામાં સો ટકા સુરક્ષિત રસ્તો છે. હાલ જ્યારે વાયરસના સ્ટ્રેનમાં સતત પરીવર્તન આવી રહ્યું છે, ત્યારે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન વધુ આવશ્યક બને છે.
First published:

Tags: Corona third wave in india, COVID-19, Covid-19 variants, Vaccination

આગામી સમાચાર