Home /News /national-international /

વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહ્યું છે કોરોના સામે રસીકરણ, જાણો ભારતમાં શું છે સ્થિતિ

વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહ્યું છે કોરોના સામે રસીકરણ, જાણો ભારતમાં શું છે સ્થિતિ

પ્રતિકાત્મક તસવીર

8 મે, 2021 સુધીમાં 120,656,061 લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂક્યો હતો અને 4,41,23,192 લોકોને બંને ડોઝ અપાઇ ગયા છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર (corona second wave) સામે ભારત (India) ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે. દેશમાં સતત વેક્સિનેશનને (vaccination) વધારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. 28 મે, 2021 સુધીમાં 120,656,061 લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂક્યો હતો અને 4,41,23,192 લોકોને બંને ડોઝ અપાઇ ગયા છે. ભારતમાં હાલ કોવેક્સિન (Covexin) અને કોવિશિલ્ડને (કોવિશિલ્ડ) સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી વપરાશની મંજૂરી મળી છે અને લોકોને હાલ આ જ રસી લગાવવામાં આવી રહી છે.

કોરોનાના દર્દીઓ પર 100 ટકા અસરકારક રહી કોવેક્સિન
કોવેક્સિનને ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)એ સાથે મળીને દેશમાં જ બનાવી છે. તેમાં નિષ્ક્રિય કોરોના વાયરસ છે, તેથી જ્યારે શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે ઇમ્યૂન સેલ્સ તેની ઓળખ કરે છે. પછી તે ઇમ્યૂન સિસ્ટમને વાયરસ સામે એન્ટિબોડી બનાવવા માટે ટ્રિગર કરે છે. ક્લિનિકલ ટ્રાયલમાં ત્રીજા ચરણના એક અંતિમ વિશ્લેષણમાં કોવેક્સિન બીમારીના માઇલ્ડ કેસોમાં 78 ટકા પ્રભાવી સાબિત થઇ હતી. જ્યારે કોવિડ-19ના ગંભીર મામલાઓમાં તેની અસરકારકતા 100 ટકા રહી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો. હાલ 4-6 સપ્તાહના અંતરમાં આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે.

દેશમાં બીજી વેક્સિન છે કોવિશિલ્ડ. જેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ બનાવી છે અને ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તેનું ઉત્પાદન કરાઇ રહ્યું છે. આ એક વાયરલ વેક્સિન હોવાના કારણે તે શરીરમાં કોશિકાને મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે એક અલગ વાયરસ વેક્ટરના મોડીફાઇડ વર્ઝનનો ઉપયોગ કરે છે. કોવિડ-19 માટે જવાબદાર કોરોનાવાયરસની સપાટી પર ક્રાઉન જેવા સ્પાઇક હોય છે, જેને સ્પાઇક પ્રોટિન કહેવાય છે. વેક્સિન શરીરને આ સ્પાઇક પ્રોટીનની કોપી બનાવવામાં મદદ કરે છે. જેના પરીણામે કોઇ વ્યક્તિ જો બાદમાં બીમારીના સંપર્કમાં આવે છે તો શરીર વાયરસને ઓળખવામાં અને તેની સામે લડવામાં સક્ષમ હશે. કોવિશીલ્ડ SARS-CoV-2 ઇન્ફેક્શનના લક્ષણ વાળા દર્દીઓ પર 76 ટકા, ગંભીર રૂપે બીમાર અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર 100 ટકા અને 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓ પર 85 ટકા અસરકારક છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયે વેક્સિનના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનું અંતર રાખવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

આ વર્ષે એપ્રિલમાં રશિયન વેક્સિન સ્પૂતનિક-વીને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે અને જલ્દી જ તેને દેશમાં વેક્સીનેશન સેન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિશિલ્ડની જેમ સ્પુતનિક-વી પણ એક વાયરલ વેક્ટર વેક્સિન છે અને લેટ સ્ટેજ ટ્રાયલમાં તે કોરોનાવાયરસ સામે 91.6 ટકા અસરકારક રહી હતી. સ્પુતનિક-વીના પણ બે ડોઝ લગાવવામાં આવશે. જેની વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે. જોકે તેના બંને ડોઝ અન્ય વેક્સિન કરતા થોડા અલગ છે. તેનો આધાર છે કે બે ઇમ્યૂનાઇઝેશનના ઉપયોગથી લાંબા સમય સુધી અને ટકાઉ ઇમ્યૂન રિસ્પોન્સ મળે છે અને તે બીમારી સામે લાંબા સમય સુધી સુરક્ષા આપે છે. વેક્સિનના દરેક ડોઝમાં એક અલગ વેક્ટર વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્પુતનિક લાઇટ નામની વેક્સિનનું સિંગલ ડોઝ વર્ઝન વિકસાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

વિશ્વના અન્ય દેશોમાં ઉપલબ્ધ વેક્સિનમાં ફાઇઝર, મોર્ડના, જોનસન એન્ડ જોનસન, સાઇનોફાર્મ, કોરોનાવૈક, નોવાવૈક વગેરે સામેલ છે. ફાઇઝર અને મોડર્ના mRNA બેઝ્ડ વેક્સિન છે. જે સંક્રામક બીમારીઓથી બચાવ માટે એક નવા પ્રકારની વેક્સિન છે. નબળા કે નિષ્ક્રિય વાયરસને શરીરમાં નાખવાની જગ્યાએ mRNA વેક્સિન કોશિકાઓને પ્રોટીન અથવા પ્રોટીનનો એક ટુકડો બનાવવા સક્ષમ બનાવે છે. જે શરીરના ઇમ્યૂન રિસ્પોન્સને સક્રિય બનાવે છે. જો શરીર સાચા વાયરસના સંપર્કમાં આવે છે, તો ઇમ્યૂન રિસ્પોન્સ તેની સામે લડવા માટે એન્ટિબોડીનું ઉત્પાદન કરી શકે છે. ફાઇઝર એકમાત્ર એવી વેક્સિન છે જેને 12 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે માન્યતા મળી છે. જોનસન એન્ડ જોનસન સિંગલ ડોઝ વાયરલ વેક્ટર વેક્સિન છે, જ્યારે સાઇનોફાર્મ અને કોરોનાવૈકમાં નિષ્ક્રિય વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

વેક્સિનના ટ્રાયલ ફેઝની અસરકારકતાની માપણી ભલે કરાઇ હોય, પરંતુ આ વેક્સિનની સાચી અસરકારકતાની જાણકારી લાંબા સમય બાદ જ લગાવી શકાય છે. ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર જ્યારે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે પ્રતિબંધિત માન્યતા આપવામાં આવે છે, તો તે જાણવા માટે કે વેક્સિન કેટલા દિવસો સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે. તેનું ટ્રાયલ ફોલોઅપ 1-2 વર્ષો સુધી ચાલતુ રહે છે. વેક્સિનની અસરકારકતા વેક્સિન ટ્રાયલમાં કોઇ બીમારીથી બચવા તેની ક્ષમતાનું માપ છે. કોવિડ-19 વેક્સિનના મૂલ્યાંકન દરમિયાન લક્ષણવાળી બીમારી પર તેના પ્રભાવ પર વધુ ભાર મુકવામાં આવે છે, જ્યારે ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મૃત્યુ રોકવા સંબંધી તેની પ્રભાવકારિતા જેવા પરીબળો પર ધ્યાન આપવામાં આવે તે પણ જરૂરી છે.મોટાભાગની વેક્સિનને ગ્લોબલ એજન્સીઓ દ્વારા નિર્ધારિત 50-60 ટકા અસરકારકતાના બેન્ચમાર્કની સરખામણીએ 70-90 ટકાની અસરકારકતા બતાવી છે અને તેથી તેને સુરક્ષિત અને અસરકારક માનવમાં આવે છે. વેક્સિનની એક બીજા સાથે તુલના સાવધાનીની સાથે કરવી જોઇએ, કારણ કે તેમાં વાપરવામાં આવતી ટેક્નિક અને જે સ્થિતિઓમાં તેનું ટ્રાયલ કરાયું છે તેમાં અંતર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સલાહ આપે છે કે, જે વેક્સિન પહેલા ઉપલબ્ધ છે, તેને લો અને તુલના ન કરો. મહામારીની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખતા ઝડપથી વધુને વધુ લોકોનું રસીકરણ કરવું આજના સમયની જરૂરિયાત છે. બીમારીની ગંભીરતાને જોતા તેની સામે કોઇ પણ પ્રકારની સુરક્ષા મદદરૂપ થશે.
First published:

Tags: Corona vaccine, Coronavirus, World, ગુજરાત, ભારત

આગામી સમાચાર