દિલ્હી : વિદેશી મહિલા સાથે ચાલતી કારમાં ગેંગરેપ, મિત્રએ જ દગો દીધો

News18 Gujarati
Updated: August 13, 2019, 9:05 AM IST
દિલ્હી : વિદેશી મહિલા સાથે ચાલતી કારમાં ગેંગરેપ, મિત્રએ જ દગો દીધો
પ્રતિકાત્મક તસવીર

પીડિત મહિલા બે મહિના પહેલા ભારત આવી હતી. મહિલા મદનગીરમાં પોતાના એક મિત્ર સાથે રહેતી હતી.

  • Share this:
દિલ્હીમાં મહિલાઓ સામે ગુનાઓ અટકવાનું નામ નથી લેતા. રાજધાની દિલ્હીમાં ઉઝબેકિસ્તાન (Uzbekistan)ની 31 વર્ષીય મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. મહિલાએ ત્રણ લોકો સામે ગેંગરેપનો આક્ષેપ લગાવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના 10મી ઓગસ્ટની છે. મહિલા સાથે આરોપીઓએ વસંત કુંજ (Vasant Kunj) વિસ્તારમાં ચાલુ ગાડીમાં ગેંગરેપ કર્યો હતો. જે બાદમાં આરોપીઓ મહિલાને ફેંકીને ફરાર થઈ ગયા હતા. પીડિત મહિલા બે મહિના પહેલા ભારત આવી હતી. મહિલા મદનગીરમાં પોતાના એક મિત્ર સાથે રહેતી હતી.

મહિલાએ જણાવ્યું કે આશરે સાત મહિના પહેલા એક આરોપી સાથે તની મિત્રતા થઈ હતી. આ આરોપી ગુરુગ્રામમાં રહે છે. શનિવારે તેણે વસંત કુંજના એક મોલ પાસે મહિલાને મળવા બોલાવી હતી. આરોપી એક ગાડીમાં બેઠો હતો. આ ગાડીમાં અન્ય બે લોકો પણ બેઠા હતા. મહિલા ગાડીમાં બેસી ત્યાર બાદ તમામે તેની છેડતી કરવાની શરૂઆત કરી હતી. વિરોધ કરતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. જે બાદમાં ત્રણેયએ ચાલુ ગાડીમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત મહિલાને તેના ફ્લેટ બહાર ફેંકી દીધીઘટના પછી આરોપીઓએ મહિલાને તેના ફ્લેટ બહાર ફેંકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલાએ તે જે મિત્ર સાથે રહેતી હતી તેને ઘટના વિશે માહિતી આપી ત્યારે તેનો મિત્ર તેને એઇમ્સ લઈને ગયો હતો. હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણકારી આપી હતી. પીડિત મહિલાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની ફરિયાદ બાદ વસંત કુંજ પોલીસે ફરિયાદ નોંધી છે.

ડીસીપી (દક્ષિણ પશ્ચિમ) દેવેન્દ્ર આર્યએ કહ્યુ કે ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે વધુ જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યુ કે બહુ ઝડપથી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
First published: August 13, 2019
વધુ વાંચો
अगली ख़बर