ઉત્તરાખંડ: કેદારનાથ હાઈવે પર દુર્ઘટના, ભેખડ ધસી પડવાથી 7 મજૂરોનાં મોત

મળતી માહિતી મુજબ અહીં એક ઓલ વેધર રોડ પર કામ ચાલી રહ્યું હતું, હજુ પણ ઘણા મજૂરો દબાયા હોવાના અહેવાલ

મળતી માહિતી મુજબ અહીં એક ઓલ વેધર રોડ પર કામ ચાલી રહ્યું હતું, હજુ પણ ઘણા મજૂરો દબાયા હોવાના અહેવાલ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં શુક્રવાર સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભેખડ ધસી પડવાથી તેની નીચે દબાઈને 7 મજૂરોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના રુદ્રપ્રયાગની પાસે કેદારનાથ હાઈવે પર બાંસવાડામાં બની. મળતી માહિતી મુજબ અહીં એક ઓલ વેધર રોડ પર કામ ચાલી રહ્યું હતું. હજુ પણ ઘણા મજૂરો દબાયા હોવાના અહેવાલ છે. સ્થાનિક પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

  ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. આ દરમિયાન થતી બરફવર્ષા અને વરસાદના કારણે પહાડોમાં કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સતત વરસાદ થવાના કારણે પહાડો પરથી પથ્થરો પડવાનો ખતરો રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આવી ઘટના અહીં પણ બની છે.

  ભેખડની પાસે જ કામ કરી રહેલા કેટલાક મજૂરો પર અચાનક ભેખડ પડી અને ત્યાં દબાઈને તેમનું મોત થયું. એમ્બુલન્સમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

  આપને જણાવી દઈએ કે 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં જ પ્રાકૃતિક આપત્તિ આવી હતી. ત્યારે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવી ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં પહોડોનો કાટમાળ, ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
  Published by:Mrunal Bhojak
  First published: