ફેક્ટરી બંધ થતાં આત્મહત્યા કરવા માટે હૈદરાબાદથી હરિદ્વાર પહોંચ્યો ઉદ્યોગપતિ અને પછી...
ફેક્ટરી બંધ થતાં આત્મહત્યા કરવા માટે હૈદરાબાદથી હરિદ્વાર પહોંચ્યો ઉદ્યોગપતિ અને પછી...
પ્રતિકાત્મક તસવીર
Haridwar News: ફેક્ટરી બંધ થયા બાદ ઉદ્યોગપતિ હરિદ્વાર ગયો હતો અને અહીં હોટલમાં રૂમ રાખીને આત્મહત્યા કરવા માટે પરિવારને મેસેજ મોકલ્યો હતો. જોકે, મેસેજ મળતાની સાથે જ પરિવારે આ અંગેની સૂચના પોલીસને આપી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈને ઉદ્યોગપતિને હોટલોમાં તપાસ કરીને બચાવી લીધો હતો.
હરિદ્વારઃ હરિદ્વારમાં (Haridwar news) આત્મહત્યાની કોશિશની (suicide attempt) ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક ઉદ્યોગપતિએ ધધામાં મોટું નુકસાન થયા બાદ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઉદ્યોગપતિ હૈદરાબાદનો (Hyderabad Industrialist) રહેવાશી છે અને ફેક્ટરી બંધ થયા બાદ તે હરિદ્વાર ગયો હતો.
અહીં હોટલમાં રૂમ રાખીને આત્મહત્યાની કોશિશ કરવા માટે પરિવારને મેસેજ મોકલ્યો હતો. જોકે, મેસેજ મળતાની સાથે જ પરિવારે આ અંગેની સૂચના પોલીસને આપી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈને ઉદ્યોગપતિને હોટલોમાં તપાસ કરીને બચાવી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે ઉગ્યોગપતિનું નામ અતુલ ગુપ્તા છે. તેમને સર્વોદય નગર શાસ્ત્રી ગંજ હૈદરાબાદમાં પંખાની ફેક્ટરી હતી. થોડા દિવસ પહેલા ફેક્ટરી બંધ થઈ ગઈ હતી. જેના પગલે તે તણાવમાં આવી ગયો હતો. અને પરેશાન રહેવા લાગ્યો હતો. ત્યારબાદ તે હરિદ્વાર પહોંચી ગયો હતો. અહીં અતુલે એક હોટલમાં રુમ રાખ્યો હતો. રવિવારે સવારે પોતાના પરિવારને ગંગા હોટલમાં રોકાવાની જાણ કર્યા બાદ આત્મહત્યાની જાણ કરી હતી.
જેવી જ અતુલે આત્મહત્યાની કોશિશની વાત કરી તો પરિવાર ગભરાયો હતો અને પરિજનોએ અતુલને સમજાવ્યો હતો પરંતુ તેણે ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ આશંકિત પરિજનોએ તરત જ ડીજીપી અશોક કુમારનો સંપર્ક ર્યો હતો. ડીજીપીની જાણ થતાં જ હરિદ્વાર પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ ટીમો બનાવી ડામકોઠીથી લઈને હરકી પૈડી સુધી 50થી વધારે હોટલોમાં શોધ કરી જેનું નામ ગંગા સાથે જોડાયેલું હતું. અંતે ગંગા અજોર હોટલમાં પોલીસે અતુલ ગુપ્તાને શોધી કાઢ્યો હતો.
પોલીસે તેને સમજાવીને પરેશાનનો બોજો ઓછો કરવાની કોશિશ કરી હતી. એસએસપી સેંથિલ અવૂદઈ કૃષ્ણરાજ એસે જણાવ્યું કે અતુલ ગુપ્તાને રુડકની આવાસ વિકાસ કોલોનીમાં રહેનારા તેના ભાઈ રાહુલ ગુપ્તાને શોંપી દીધો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર