પીડિતા ડોક્ટરના ઘરે તેની સાથે હતી અને આ દરમિયાન ગુરુવારે એક મહિલા તેના ઘરે પહોંચી હતી. તેને જોઈને રોહિત ચોંકી ગયો હતો. મહિલા ખુદ ડોક્ટરની પત્ની હતી. યુવતીને મહિલાએ ડોક્ટરની પત્ની હોવાનો પરિચય આપ્યો હતો. અને યુવતીનો પરિચય પૂછ્યો હતો.
મેરઠઃ લગ્નની લાલચ આપીને પ્રેમિકાને (girl friend) પોતાના ઘરે લઈને પહોંચ્યેલા ડોક્ટરને (Doctor) તેની પત્નીએ રંગેહાથ (doctor wife) પકડી લીધો હતો. પહેલા ડોક્ટર અને તેની પ્રેમિકાને પત્નીએ ફટકાર લગાવી હતી. અને પછી પ્રેમિકાને ડોક્ટર ઉપર દુષ્કર્મનો કેસ કરી દીધો હતો. ક્લેમનટાઉન પોલીસના જણાવ્યા પ્રમાણે મેરઠ (Meerut) જિલ્લાની રહેનારી યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માર્ચ 2020માં પીડિતા બિજનૌર જિલ્લામાં પોતાની નાનીના ત્યાં ગી હતી. કોવિડ તપાસ માટે ડોક્ટરોની એક ટીમ આવી હતી.
પીડિત યુવતીની બહેનને કોવિડના લક્ષણો જણાતા પીડિતાએ ટીમનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ડો. રોહિત નદન ફરજ ઉપર હાજર હતા. આરોપ છે કે રોહિતે પીડિતાનો ફોન નંબર લીધો હતો. અને વાતચીત કરવાનું શરુ કર્યું હતું.
ત્યારબાદ ડોક્ટરે પીડિતા સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને લગ્ન કરવા માટે કહ્યું હતું. પીડિતાએ આ વાત પોતાના પરિજનોને કરી અને પરિજનો લગ્ન માટે તૈયાર પણ થયા હતા. આ દરમિયાન ડોક્ટર અનેક વખત પીડિતાને આકૃતિ વિહાર સ્થિત પોતાના ઘરે લઈ ગયા હતા.
જ્યાં તેણે જણાવ્યું કે તેને એક બાળક છે અને પત્ની સાથે વિવાદ થતાં છૂટાછેડા થી ગયા હતા. તે વહેલી તકે તેની સાથે લગ્ન કરશે. આરોપીએ પીડિતાને ગત બુધવારે તેના ઘરથી ગાગલહેડી બોલાવી હતી. જ્યાંથી તે તેને આકૃતિ વિહાર સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. પીડિતા ડોક્ટરના ઘરે તેની સાથે હતી અને આ દરમિયાન ગુરુવારે એક મહિલા તેના ઘરે પહોંચી હતી.
તેને જોઈને રોહિત ચોંકી ગયો હતો. મહિલા ખુદ ડોક્ટરની પત્ની હતી. યુવતીને મહિલાએ ડોક્ટરની પત્ની હોવાનો પરિચય આપ્યો હતો. અને યુવતીનો પરિચય પૂછ્યો હતો. યુવતીએ રોહિતની પત્નીને સંપૂર્ણ કહાની વ્યક્ત કરી હતી.
" isDesktop="true" id="1113172" >
આરોપીએ પત્ની સાથે છૂટાછેડા લીધા નથી. તે યુવતીને લગ્નની ખોટી લાલચ આપીને શરીર સંબંધ બાંધતો હતો. ત્યારબાદ પીડિતાએ ક્લેમનટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી ડોક્ટર સાે ફરિયાદ નોંધી હતી. પોલીસ દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર