નવી દિલ્હી. ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી (Chamoli) જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી (Glacier Tragedy) ભારે નુકસાન થવાના કારણે અત્યાર સુધી 14 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 150થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ઉત્તરાખંડમાં ભારે નુકસાનને જોતાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar)માં ગંગા (Ganga River) કિનારાના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ (High Alert) પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આવેલી તબાહી બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીમાં હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા છે. ટનલને ખોલવા માટે ભારે મશીનરી લગાવવામાં આવી છે. રાત્રે પણ રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચાલુ રહ્યું.
કેન્દ્ર સરકારે કહ્યું કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી પ્રભાવિત નદીના જળ સ્તરમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, નીચાણવાળા વિસ્તારોના ગામોને કોઈ તકલીફ નથી પડી. હવે રાજ્યના અન્ય ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે કોઈ ખતરો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મૃતકોના પરિવારોને PMNRFથી બે-બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (CM Trivendra Singh Rawat)એ કહ્યું કે આ ઘટનામાં જે લોકોના મોત થયા છે, તેમના પરિવારોને રાજ્ય સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે.
#WATCH Uttarakhand: SDRF removes the debris and slush at the tunnel near Tapovan dam in Chamoli to carry out the further rescue operation. Latest visuals from the site.
8 bodies have been recovered in the rescue operation so far.
આ ઉપરાંત સીએમ રાવતે કહ્યું કે અમારી સેનાના લોકો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટીથી ત્યાંથી સેના, પેરામિલિટ્રી ફોર્સેઝ અને અમારા રાજ્યના ડોક્ટ્ર કેમ્પ કરેલા છે. જ્યારે અમે ત્યાંનું હવાઈ સર્વે કર્યો છે. ત્યારબાદ રેણી ગાંવ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રોડથી જઈને નિરિક્ષણ કર્યું છે. એટલા માટે પહેલા રાવતે જણાવ્યું કે આઈટીબીપીના જવના દોરડાથી સુરંગની અંદર જઈને 150 મિટર સુધી પહોંચ્યા છે. જોકે, આ સુરંગ લગભગ 250 મિટર લાંબી છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે 13 મેગાવોટના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં 35 લોકો કામ કરતા હતા જે તમામ લાપતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પોલીસના બે જવાનો પણ લાપતા છે. તપોવન પાવર પ્રોજેક્ટમાં 176 શ્રમિક કામ કરી રહ્યા હતા. આ ક્ષેત્રમાં એક મોટા અને ચાર નાના પુલોને નુકસાન પહોંચ્યું છે. પોતાના 180 ઘેટાં-બકરા સાથે પાંચ સ્થાનિક ગોવાળો પણ પુરમાં તણાઈ ગયા છે. અમે માની રહ્યા છીએ કે લગભગ 125 લોકો ગાયબ છે. આ સંખ્યા વધી શકે છે.
ચમોલીમાં આવેલી આપદા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર