સીમા પર સેનાને જોડનારો પૂલ તુટ્યો, બ્રિજ બનાવવામાં માહેર 200 ITBP જવાન જોશીમઠ મોકલાયા

સીમા પર સેનાને જોડનારો પૂલ તુટ્યો, બ્રિજ બનાવવામાં માહેર 200 ITBP જવાન જોશીમઠ મોકલાયા
સીમા પર સેનાને જોડનારો પૂલ તુટ્યો

ઉત્તરાખંડનાં (Uttarakhand)ચમોલીમાં (Chamoli) ગ્લેશિયલ તુટવાથી ત્રાસદી મચી છે. મલારીને જોડનારો પૂલ તુટી ગયો છે. આ પૂલ સીમાથી સેનાને જોડવાનું કામ કરતો હતો. ગૃહમંત્રાલય સંપૂર્ણ સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યાં છે.

 • Share this:
  ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલી (Chamoli)માં ગ્લેશિયર (Glacier Accident) તુટવાથી સૌથી મોટી ત્રાસદી થઇ ગઇ છે. મલારીને જોડનારો પૂલ વહી ગયો છે. આ પૂલ સરહદથી સેનાને જોડવાનું કામ કરે છે. રાહત બચાવ માટે ITBPનાં રીજનલ રિસ્પોન્સ સેન્ટર, ગોચરથી એક મોટી ટીમ રવાના થઇ ગઇ છે. ITBPની પર્વતારોહી ટીમની સાથે તુરંત જ બ્રિજ બનાવવામાં માહેર જવાનોને મોકલવામાં આવ્યાં છે. આ પહેલાં ITBPએ 200 જવાન જોશી મઠ મોકલ્યા હતાં. ગૃહ મંત્રાલય હાલમાં આ સંપૂર્ણ સ્થિતિને મોનિટર કરી રહ્યું છે.

  ઉત્તરાખંડ સરકારે જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને આપદા પ્રબંદન વિભાગને આ દૂર્ધટનાથી ઉગરવાનાં આદેશ આપી દીધા છે. સાથે જ જનતાને અપીલ કરી છે કે, તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકાર તમામ જરૂરી પગલાં લઇ રહી છે. SDRF અને લોકલ પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લેગલું છે. સંપર્ક માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરી દેવામાં આવ્યો છે. 1070 કે 955744486.

  નીચાણ વાળા વિસ્તાર એલર્ટ પર
  આ દૂર્ધટનામાં નીચાણ વાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ થઇ ગઇ છે. તપોવન વિસ્તારમાં ગ્લેશિયલ તુટવાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. અલકનંદા નદીનાં કિનારે રહેનારા લોકોને ઝડપથી સુરક્ષિત સ્તાન પર જવાની સલાહ આપવામાં આવી છે. તટીય વિસ્તારનાં લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નદી કિનારે વસતા લોકોને હટાવવામાં આવી રહ્યાં છે.

  ઋષિકેશ ડેમ ખાલી કરાયો
  પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાગીરથી નદીનો ફ્લો રોકવામાં આવ્યો છે. અલકનંદાનાં પાણીનો વહેણ રોકવામાં આવે તે માટે શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને ખાલી કરી દેવામાં આવ્યો છે. SDRF એલર્ટ પર છે. સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા ચે.

  નદીનું સ્તર સામાન્ય કરતાં એક મિટર ઉપર
  નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનું વહેણ સામાન્ય થઇ ગયુ છે. નદીનું જળસ્તર સામાન્યથી એક મિટર ઉપર છે. પણ વહેણ ઓછા થઇ રહ્યાં છે.

  યૂપીનાં કેટલાંક જિલ્લા એલર્ટ પર
  આ આપદા બાદ ઉત્તરપ્રદેશનાં કેટલાંક જિલ્લાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ગંગા કિનારાવાળા જિલ્લામાં પ્રશાસને એલર્ટ જાહેર કર્યું ચએ. યૂપીનાં બિજનૌર, કન્નૌજ, ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાજીપુર, વારાણસીમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published:February 07, 2021, 14:47 pm

  ટૉપ ન્યૂઝ