Home /News /national-international /60 વર્ષની મામી ભાણેજના પ્રેમમાં પાગલ થઈ, પહેલા લગ્ન તોડાવ્યા અને કરી નાખ્યો મોટો કાંડ
60 વર્ષની મામી ભાણેજના પ્રેમમાં પાગલ થઈ, પહેલા લગ્ન તોડાવ્યા અને કરી નાખ્યો મોટો કાંડ
love story
આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સદર બજારના અનજાન ચોકી વિસ્તારનો છે. જ્યાં યુવકનો આરોપ છે કે, મામીએ તેના થનારા સાસરિયામાં નકલી નિકાહનામું મોકલી આપ્યું. જેને લઈને તેના લગ્ન તૂટી ગયા.
શાહજહાંપુર: પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. કોઈ પણ સમયે કોઈની પણ સાથે થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જોવા મળ્યો છે. જ્યાં અજબ પ્રેમ કી ગજબ કહાની જોવા મળી છે. શહેરના સદર બજાર વિસ્તારની રહેવાસી 60 વર્ષિય મહિલાનું દિલ પોતાના 42 વર્ષિય ભાણેજ પર આવી ગયું અને પ્રેમમાં પાગલ બન્યા. તે તેની સાથે લગ્ન કરવાની જીદે ચડી, બંનેએ લગ્નની તૈયારીઓ કરી. જ્યારે ભાણેજના લગ્ન થયા તો, મામીએ નકલી નિકાહનામું તૈયાર કરાવીને ભાણેજને સાસરિયે મોકલી દીધો. જેને લઈને તેના લગ્ન તૂટી ગયા. આ વાત પર વિવાદ થવા પર મામી સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે, જ્યાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સદર બજારના અનજાન ચોકી વિસ્તારનો છે. જ્યાં યુવકનો આરોપ છે કે, મામીએ તેના થનારા સાસરિયામાં નકલી નિકાહનામું મોકલી આપ્યું. જેને લઈને તેના લગ્ન તૂટી ગયા. મહિલાના બાળકો પણ તેને સાથ આપી રહ્યા હતા. મહિલાએ પોતાના પરિવારના લોકો સાથે મળીને ઘરમાં ઘુસીને તોડફોડ કરી. યુવકે પોલીસ સ્ટેશનમાં આપેલી દલીલો મુજબ તેના મામાનું નિધન બે માર્ચ 2022ના રોજ સંદીગ્ધ હાલતમાં થઈ ગયું હતું.
મામાના બાળકો પણ જવાન છે. યુવકને કાપડની દુકાન છે. તેની સંપત્તિ પર મામીએ દાનત ખોરી કરી. યુવકના જણાવ્યા અનુસાર, મામી તેના પર લગ્ન કરવા માટે પ્રેશર કરી રહી હતી. યુવકે સંબંધનો હવાલો આપીને ના પાડી દીધી. ત્યાર બાદ મહિલાએ હદ પાર કરી દીધી. યુવકના ઘર પર હુમલો કરી દીધો. યુવકનો આરોપ છે કે, 16 ડિસેમ્બરે સાંજના સાત વાગ્યે તેના ઘર પર મામીએ પોતાના બે પુત્રો અને વહુઓએ સાથે ઘુસી આવી અને તોડફોડ કરી મારામારી કરી હતી.
પીડિત પક્ષના વકીલ ઉપમા ભટનાગરે જણાવ્યું છે કે, પીડિત યુવકે મામીની હરકતોથી પરેશાન થઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી. યુવકે જણાવ્યું છે કે, 28 ડિસેમ્બરે તેની જાન જવાની હતી. પણ તેના પાંચ દિવસ પહેલા તેના સાસરિયાના સરનામે એક નકલી નિકાહનામું મોકલી દેવામાં આવ્યું. જેને લઈને તેના લગ્ન તૂટી ગયા. પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર