Home /News /national-international /ઉત્તરકાશી બસ અકસ્માત : આખરે કેવી રીતે ખીણમાં પડી તીર્થયાત્રીઓથી ભરેલી બસ? સામે આવ્યું કારણ

ઉત્તરકાશી બસ અકસ્માત : આખરે કેવી રીતે ખીણમાં પડી તીર્થયાત્રીઓથી ભરેલી બસ? સામે આવ્યું કારણ

આ બસમાં 28 તીર્થયાત્રીઓ સહિત કુલ 30 લોકો સવાર હતા

Uttarkashi Bus Accident: તીર્થયાત્રીઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા 26 લોકોના મોત થયા, આ બધા તીર્થયાત્રી મધ્ય પ્રદેશથી ઉત્તરાખંડ યાત્રા પર આવ્યા હતા

ઉત્તરકાશી : ઉત્તરાખંડના (Uttarakhand)ઉત્તરકાશી (Uttarkashi)સ્થિત ડામટા પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા 26 લોકોના (Uttarkashi Bus Accident)મોત થયા છે. આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતથી ઇજાગ્રસ્ત છે. જેમને સારવાર માટે હાયર સેન્ટર મોકલવામાં આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે તપાસ અને બચાવ અભિયાન પુરું થઇ ગયું છે. આ બસમાં 28 તીર્થયાત્રીઓ સહિત કુલ 30 લોકો સવાર હતા. આ બધા તીર્થયાત્રી મધ્ય પ્રદેશથી ઉત્તરાખંડ યાત્રા પર આવ્યા હતા. આવામાં બધાના મનમાં સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે થઇ હતી.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivrajsingh Chauhan) સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મળીને સાંત્વના આપી હતી. આ દરમિયાન ઉત્તરાખંડના પીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની સાથે હતા. શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ડ્રાઇવરના મતે બસ સ્ટેયરિંગ ફેઇલ થવાના કારણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો - કોરોના અને મંકીપોક્સના ખતરા વચ્ચે ભારતમાં આવ્યો નવો નોરો વાયરસ, જાણો લક્ષણો અને બચાવની રીત

સ્થાનીય લોકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રિખાંઉ સ્થિત ખડ્ડુ પાસે જે સ્થાને આ બસ દુર્ઘટના થઇ ત્યાં રસ્તો ઘણો મોટો છે. આવામાં વાહન અહીં ઘણા ઝડપી દોડે છે. તીર્થયાત્રીઓથી ભરેલી આ બસ ઝડપથી જઇ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા વાહનને સાઇડ આપવાના પ્રયત્નમાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બસની ઝડપ એટલી વધારે હતી કે ખીણમાં ખાબક્યા પછી બસના ફૂરચા ઉડી ગયા હતા.

મૃતકોને 5-5 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું- 'ઉત્તરાખંડમાં ચારધામ (Chardham) ની યાત્રાએ યમુનોત્રી ધામ (Yamnotri) જઈ રહેલી બસ ખીણમાં પડી જવાથી મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રીઓનું મોત. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.. શાંતિ..' સીએમ શિવરાજે રાજ્ય વતી મૃતકોને 5-5 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત કરી. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત કરી હતી.
First published:

Tags: Accident News, Uttarakhand news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો