ઉત્તરકાશી બસ અકસ્માત: યમનોત્રી હાઈવે પર બસ ખીણમાં પડી, 22થી વધુ લોકોના મોત
ઉત્તરકાશી બસ અકસ્માત
ઉત્તરાખંડ (Uttarakhand) ઉત્તરકાશી (Uttarkashi) માં યમનોત્રી હાઈવે (Yamnotri Highway) પર મુસાફરો ભરેલી બસ ખીણ (Bus Accident) માં પડતા 22થી વધુ મુસાફરોના મોત થયા છે. આ મોટી દુર્ઘટનાના સમાચાર મળતા જ તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
Yamnotri Bus Accident : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉત્તરકાશી (Uttarkashi) થી એક મોટા રોડ અકસ્માત (Road Accident) ના સમાચાર સામે આવ્યા છે. જેમાં યમુનોત્રી રોડ (Yamnotri Highway) પર 32 મુસાફરો ભરેલી બસ ખીણ (Bus Accident) માં ખાબકતા મોટી સંખ્યામાં મુસાફરોના મોતના સમાચાર મળી રહ્યા છે. યમનોત્રી હાઈવે પર મુસાફરોની બસ ખીણમાં પડી જતાં લગભગ 22 લોકોના મોત થયા છે, આ આંકડો વધી પણ શકે છે. આ બસ લગભગ 200 મીટર ઉંડી ખીણમાં પડી છે.
માહિતી મળતાં જ એસડીઆરએફના જવાનોની ટીમ રાહત કાર્ય માટે સ્થળ પર જવા માટે નીકળી ગઈ હતી. એસપી અર્પણ યધુવંશીએ જણાવ્યું છે કે, આ અકસ્માત દમતાથી લગભગ 2 કિમી દૂર નૌગાંવની દિશામાં થયો હતો. બસમાં સવાર મુસાફરો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું ચે. ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે.
મળતી માહિતી મુજબ બસમાં 32 મુસાફરો સવાર હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. તમામ મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે. તમામ મુસાફરો યમુનોત્રીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
માહિતી મળતાં જ એસડીઆરએફના જવાનોને રાહત કાર્ય માટે સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યા, આ દુર્ઘટના દમતાથી નૌગાંવ તરફ લગભગ 2 કિમી દૂર થઈ છે, બસમાં સવાર મુસાફરો મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે. ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ રાહત બચાવ કાર્ય ચાલુ છે. બસમાં લગભગ 32 મુસાફરો સવાર હતા, જેમાંથી ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર