Uttarakhand Weather: ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, 48 કલાકમાં 23 લોકોના મોત, કુમાઉંમાં તૂટ્યો 124 વર્ષનો રેકોર્ડ

ઉત્તરાખંડમાં (Uttarakhand)છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ (heavy rainfall in Uttarakhand)વરસી રહ્યો છે

Uttarakhand Rains Updates- ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની (Chardham yatra) યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ ફસાયા

  • Share this:
    દેહરાદૂન : ઉત્તરાખંડમાં (Uttarakhand)છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ (heavy rainfall in Uttarakhand)વરસી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં વરસાદના (rain) કારણે 23 લોકોના મોત થયા છે. જેમાં કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે. આ સિવાય નૈનીતાલમાં 13, અલ્મોડામાં 4 લોકોના મોતના સમાચાર છે. ઉધમસિંહ નગર અને અલ્મોડામાં 1-1 લોકો ગુમ છે. મોસમ વિભાગના મતે વરસાદે કુમાઉં અંચલમાં 124 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ દરમિયાન કુમાઉંના કેટલાક વિસ્તારમાં 500 મિલીમિટર સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના મોસમ વિભાગના મતે બુધવારથી લગભગ બધા સ્થાને મોસમ (Uttarakhand Weather)ચોખ્ખુ થઇ જશે. મંગળવારે સાંજે મોસમ બદલાશે અને વરસાદનો રાઉન્ડ રોકાઇ જશે.

    ઉત્તરાખંડના સીએમ ધામીએ કહ્યું કે અત્યાર સુધીના 16 લોકોના મોતની પૃષ્ટિ થઇ છે. રાજ્યમાં મકાનો અને પુલો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. સામાચાર એજન્સી એએનઆઈના ટ્વિટ પ્રમાણે સીએમ ધામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઉત્તરાખંડની તાજા પરિસ્થિતિ વિશે જાણકારી આપી છે. ધામીએ એ પણ કહ્યું કે રાજ્યમાં રેસ્ક્યૂ ઓપરેશનો માટે ત્રણ હેલિકોપ્ટરની તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ એએનઆઈએ એ પણ બતાવ્યું કે ઉધમસિંહ નગરમાં આવેલ નાનક સાગર ડેમના બધા દરવાજા ખોલવા પડ્યા કારણ કે ભારે વરસાદના કારણે પ્રવાહ ઘણો વધી ગયો છે.

    આ પણ વાંચો - BJPનો દાવો- સોનિયા-રાહુલની ઉપસ્થિતિમાં CWC મિટિંગમાં થયું સરદાર પટેલનું અપમાન

    ગુજરાતના પ્રવાસીઓ ફસાયા

    ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની (Chardham yatra) યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ (Gujarat people stuck in Uttarakhand) ફસાયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના અનેક યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ અંગે રાજ્યનાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ અમે પરિસ્થિતિ તપાસી રહ્યા છે. ત્યાંના તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendr Patel) ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી સાથે વાત કરીને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

    હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

    હેલ્પ લાઇન 079 23251900 નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.
    Published by:Ashish Goyal
    First published: