અમિતાભ સિન્હા, દેહરાદૂન. ઉત્તરાખંડ (Uttarakhand)ના નવા મુખ્યમંત્રીની ઘોષણા થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચારક રહેલા બીજેપી (BJP)ના વરિષ્ઠ નેતા તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat)ને પાર્ટીએ ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat)ના સ્થાને રાજ્યના મુખ્યમંત્રીનું સુકાન સોંપી દીધું છે. આ પહેલા ધન સિંહ રાવત, સતપાલ મહારાજ, અજય ભટ્ટ અને કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના નામની ચર્ચા હતી. પરંતુ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજેપી રાષ્ટ્રીય સચિવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી તીરથ સિંહ રાવત વર્ષ 1983થી લઈને 1988 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉત્તરાખંડના સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સંગઠનમાં તેઓએ રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી પણ નિભાવી છે. આ પહેલા તેઓ હેમવતી નંદન ગઢવાલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજી તરફ સંયુક્ત ઉત્તર પ્રદેશમાં તીરથ સિંહ રાવત સ્ટુડન્ટ સંઘ મોર્ચા (ઉત્તર પ્રદેશ)માં પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા છે.
I thank PM, HM & party chief who trusted me, a mere party worker who comes from a small village. I'd never imagined that I'd reach here. We'll make all efforts to meet people's expectations & take forward work done in last 4 yrs: Newly appointed Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/kxdRtYtfpN
આ ઉપરાંત ભારતીય જનતા યુવા મોર્ચા (ઉત્તર પ્રદેશ)ના પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહેવાની પણ તેમને તક મળી છે. તીરથ સિંહ રાવત 1997માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેમને વિધાન પરિષદમાં વિશિશ્ચય સંકલન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં નવગઠિત ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી રહેલા તીરથ સિંહને 2007માં ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડના પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રદેશ ચૂંટણી અધિકારી તથા પ્રદેશ સદસ્યતા પ્રમુખ પણ રહ્યા.
ઉત્તરાખંડ દૈવીય આપદા પ્રબંધન સલાહકાર સમિતિના અધ્યક્ષ રહેલા તીરથ સિંહ વર્ષ 2012માં ચૌબટ્ટાખાલ વિધાનસભાથી ધારાસભ્ય ચૂંટાયા હતા. વર્ષ 2013માં ઉત્તરાખંડ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને વર્ષ 2017માં બીજેપીના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર