Home /News /national-international /દિલધડક રેસ્ક્યૂનો live video, દહેરાદૂનની નદીમાં પૂર, જીવને જોખમમાં મુકીને તૂટેલો પુલ પાર કરે છે લોકો
દિલધડક રેસ્ક્યૂનો live video, દહેરાદૂનની નદીમાં પૂર, જીવને જોખમમાં મુકીને તૂટેલો પુલ પાર કરે છે લોકો
પુરના પાણીમાં તુટેલો પુલ પાર કરતા લોકો, તસવીર ક્રેડિટ ANI
uttarakhand news floods viral video: આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચારથી છ લોકો લાકડીના સહારે પુલને પાર કરી રહ્યા છે. જે તેજ વહેણના પાણીમાં ડૂબેલો છે. ભારે વરસાદના કારણે લગભગ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે. આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે રજૂ કર્યો હતો.
દહેરાદૂનઃ ઉત્તરરાખંડમાં (uttarakhand news) સતત મૂસળધાર વરસાદ આવી રહ્યો છે ત્યારે આ જિલ્લાની હાલત ખબાર થઈ રહી છે. આ વચ્ચે સોમવારે ચમોલી પાસે ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે ઉપર ભુસ્ખલનના પગલે આવાગમન અટકી ગયું હતું. ત્યારે આ વીડિયો સામે આવ્યો હતો. જેમાં નદીના પુરના પાણીમાં ડૂબેલા પુલ પરથી જીવના જોખમે રસ્તો પાર કરતા લોકો દેખાઈ રહ્યા છે. કેટલાક લોકોને બીજા કિનારાથે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત કિનારા ઉપર લવાતા દેખાઈ રહ્યા છે.
આ વીડિયોમાં દહેરાદૂન જિલ્લાના અમલાવા નદીના તેજ વહેણમાં જીવ જોખમમાં નાંખીને કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત પુલને પાર કરતા દેખાય છે. આવી પરિસ્થિતિમાં અનેક પ્રકારની દુર્ઘટનાઓમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચારથી છ લોકો લાકડીના સહારે પુલને પાર કરી રહ્યા છે. જે તેજ વહેણના પાણીમાં ડૂબેલો છે. ભારે વરસાદના કારણે લગભગ ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે. આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે રજૂ કર્યો હતો.
અનેક નદીઓમાં વરસાદી હાલાતમાં ઉત્તરાખંડમાં સતત પર્યટકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ ભારે વરસાદ અને પુરથી થતી દુર્ઘટનાઓના સમાચાર જોઈએ તો એક જ ગામમાં ભુસ્ખલનના કારણે ઘર ધરાશાયી થતાં આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.
રામનગર જિલ્લામાં એક પિતા પુત્રને નદીમાં ફોટોગ્રાફી કરવા જવું મોંઘું પડ્યું હતું. બંને રવિવારે રામગંગા નદીમાં તણાઈ ગયા હતા. અનેક કલાકોની મહેનત બાદ પણ બંનેને શોધી ન શકાયા. મોસમ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર