હિમાલયમાં ઉગતી આ ઔષધીની 1 કિલોની કિંમત 20 લાખથી વધારે, ગ્લોબલ વોર્મિંગે ચિંતા વધારી

યારસા ગાંબુ

ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં ઉત્પન્ન થતી યારસા ગાંબુ તાપમાન પર આધારીત છે. કિંમતી યરસા ગાંબુના ઉત્પાદન માટે ભારે હિમવર્ષા જરૂરી છે

 • Share this:
  પર્વતીય વિસ્તારમાં ખૂબ ઓછી બરફવર્ષા અને વરસાદના કારણે સર્વાંગી નુકસાનની સંભાવના વધી ગઈ છે, તેમાં પણ હિમાલયની વાયગ્રા એટલે કે યારસા ગાંબુના ઉત્પાદનમાં બદલાતા મોસમથી સૌથી વધુ ફટકો પડવાનો છે. યારસા ગાંબુના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે હજારો સરહદી વિસ્તારના પરિવારોની આજીવિકા ઉપર પણ કટોકટી વધારે તીવ્ર બની છે.

  પાછલા વર્ષોની તુલનામાં આ વખતે પર્વતોમાં વરસાદ અને બરફવર્ષા અડધી થઈ છે, જેની સીધી અસર પર્યાવરણ અને ઉપજ પર પડશે. ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં ઉત્પન્ન થતી યારસા ગાંબુ તાપમાન પર આધારીત છે. કિંમતી યરસા ગાંબુના ઉત્પાદન માટે ભારે હિમવર્ષા જરૂરી છે, આ શાકભાજી માટે માઇનસ ચારથી માઈનસ 15 ડિગ્રી તાપમાન જરૂરી છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ વર્ષે હિમવર્ષા ઓછી થઈ છે, જેથી તેનું ઉત્પાદન પણ ઘટ્યું છે. નિષ્ણાંતોના મતે, યારસા ગાંબુ 3 હજાર મીટરની ઊંચાઇથી શરૂ થતી હતી, પરંતુ આ વકતે તે 3500 ​​મીટરથી વધુ થઈ રહ્યું છે.

  આ પણ વાંચોરાજકોટ : આઠ વર્ષની દીકરીએ ખાધો ગળાફાંસો, 'મમ્મીના પ્રેમીના મેસેજ વાંચી ડરી ગઈ દીકરી', જાણો - પુરી કહાની

  યારસાં ગંબુના નિષ્ણાંત ડો.સચિન બોહરાએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં યરસા ગાંબુની ભારે માંગ છે, તેથી જ તેની 1 કિલોની કિંમત 20 લાખથી વધુ છે. ઉત્તરાખંડમાં પિથોરાગઢ, ચમોલી અને ઉત્તરકાશીના ઊંચાઇવાળા વિસ્તારોમાં તેનો સૌથી વધુ પાક થાય છે. સરહદી વિસ્તારોમાં ઉગતી યારસા ગંબૂ 20 હજારથી વધુ પરિવારોની આવકનો એકમાત્ર સ્રોત છે. આવી સ્થિતિમાં, આ વર્ષે સિઝનનો મૂડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જેથી આની સાથે સંકળાયેલા ગ્રામજનોની ચિંતા પણ વધવા લાગી છે. ધારચુલાના ધારાસભ્યએ સંભવિત નુકસાનની ભરપાઇ માટે આર્થિક મદદની વિનંતી પણ કરી છે.

  આ પણ વાંચોઘરે બેઠા 10 હજારમાં શરૂ કરો આ નફાકારક ધંધો, બજારમાં ખુબ માંગ, દર મહિને થશે લાખોની કમાણી

  ધારચુલાના ધારાસભ્ય હરીશ ધામીએ કહ્યું છે કે, 2013 પછી હિમવર્ષામાં ઘટાડો થતાં યારસા ગાંબુનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે આ વર્ષે ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ સફેદ ચાદર નથી છવાઈ, ત્યારે તેનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે ઘટાડવાનું નક્કી છે. ગ્લોબલ વોર્મિંગથી પર્વતના મોસમી ચક્રને ખૂબ અસર થઈ છે, જેની અસર ગ્લેશિયરથી લઈ ઊંચાઈવાળા વિસ્તારની કિંમતી કુદરતી સંપત્તિ પર પણ પડી રહી છે.
  Published by:kiran mehta
  First published: