Assembly Election Result Live: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆતને હવે ગણતરીની મિનિટો બાકી છે. સમગ્ર દેશ જેની આશા રાખીને બેઠો છે એવી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા (BJP) પાર્ટીને મોટા પાયે જીત મળી રહી છે. ઉત્તરાખંડમાં (Uttrakhand) અને ગોવા (Goa)માં વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ મુજબ કાંટાની ટક્કર છે જ્યારે કે મણિપુરનો (Manipur)નો એક્ઝિટ પોલ (Exit Poll) ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે જીતાડી રહ્યો છે.
વલણમાં ભાજપની જીત
દરમિયાન સવારથી શરૂ થયેલા વલણમાં ભારતીય જનતા પાર્ટીની ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં જીત થઈ રહી છે. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. ગોવામાં મેજોરિટીનો આંકડો થોડો ઓછો પડશે પરંતુ સરકાર ભાજપની બનશે.
ઉત્તરાખંડ પરિણામ Uttarakhand Assembly Election Result
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Elections 2022)માં આ વખતે 14મી ફેબ્રુઆરીના રોજ તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 62.5 ટકા મતદાન થયું હતું. આ સાથે સીએમ પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami), હરીશ રાવત અને સતપાલ મહારાજ સહિત 632 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આ પછી ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યા છે.
" isDesktop="true" id="1187380" >
ઉત્તરાખંડ વિધાનસભામાં 70 બેઠકો છે અને કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર પડશે. ઉત્તરાખંડમાં બંને પક્ષો એકાંતરે સત્તામાં આવવાની પરંપરાને જોતા આ વખતે કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલા વિવિધ વિકાસના પ્રોજેક્ટને કારણે ભાજપને પોતાની જીતનો વિશ્વાસ છે. ઉત્તરાખંડમાં બીજેપીને ફરી જીત મળશે કે કોંગ્રેસ વાપસી કરશે. આ સિવાય શું આમ આદમી પાર્ટીમાં પણ વિસ્ફોટ થવાની છે? તેનો અંદાજ એક્ઝિટ પોલમાં આવશે.
ગોવામાં વિધાનસભાની 40 બેઠકો છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં ભાજપની આ પહેલી ચૂંટણી છે. ગત ચૂંટણીમાં ભાજપે 13 અને કોંગ્રેસે 17 બેઠકો જીતી હોવા છતા સરકાર ભાજપની બની હતી. ગોવા ગૌમંતક પાર્ટી સહિતની સ્થાનિક પાર્ટીઓને ડે.સીએમની પોસ્ટ આપી ભાજપે સરકાર બનાવી હતી. ગોવામાં ભાજપ (BJP) કોંગ્રેસ પ્લસ (Congress) અને ટીએમસી (TMC+) ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે કેટલીક સ્થાનિક પાર્ટીઓ પણ મેદાને હતી. મોટાભાગના એક્ઝિટપોલમાં ભાજપ અન કોંગ્રેસ વચ્ચે અહીં કાંટાની ટક્કર છે.
મણિપુર (Manipur Election)માં પણ ભાજપ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે. જુદા જુદા એક્ઝિટ પોલના પરિણામો (Exit Poll Result)માં ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ (Congress) આ રેસમાં બીજા નંબરે છે. આ એક્ઝિટ પોલના પરિણામો ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. મ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર