નવી દિલ્હીઃ ઉત્તરાખંડ (Uttarakhand)માં તપોવનની પાસે ગ્લેશિયર (Glacier)નો એક મોટો હિસ્સો (Avalanche) રવિવાર સવારે તૂટી ગયો છે. તેના કારણે ઋષિગંગા (Rushiganga Dam) પર બનેલો ડેમ તૂટી ગયો છે. આ કારણે જાનમાલને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ટીમ (Rescue Team) મોકલવામાં આવી છે.
જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસના વિસ્તરો વધુ પ્રભાવિત થયા છે. પ્રારંભિક માહિતી મુજબ, 10000 લોકોને પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં એ લોકો પણ છે જેઓ નદીના કિનારે વસતા હતા અને સાથોસાથ તે મજૂરો પણ છે જે ખો ડેમ ખાતે કામ કરી રહ્યા હતા.
ચમોલી (Chamoli)માં થયેલી ઘટના બાદ ધારી દેવી મંદિરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. પ્રશાસને ધારી દેવી મંદિરને ખાલી કરાવ્યું છે.
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhandpic.twitter.com/syiokujhns
ચમાલી જિલ્લાની નીતિ ઘાટીમાં ગ્લેશિયર તૂટવાની ભારે નુકસાન પહોંચ્યું છે. હરિદ્વાર અને ઋષિકેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ રાફ્ટિંગ પર રોક લગાવી દેવામાં આવ્યો છે. ડીએમે ગંગાના ઘાટોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ગંગા કિનારે વસેલા લોકોને સરકારી ભવનોમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. તેજ વહેણ સાથે વહી રહી છે અલકનંદા નદી. મેદાની વિસ્તારોમાં પણ ગંગાનું જળસ્તર વધી શકે છે.
NDRFની ચાર ટીમો થોડા સમયમાં ઘટનાસ્થળ પહોંચી જશે. પ્રારંભિક માહિતી મુજબ, ગ્લેશિયર તૂટવાથી ડેમને નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે ફ્લેશ ફ્લડ આવ્યું છે. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડીએમ ચમોલી સાથેથી જાણકારી પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી સતત સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છવે. આ ઘટના પર મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ચમોલી જિલ્લાથી એક ડિઝાસ્ટરના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ આપદાનો સામનો કરવાનો આદેશ આપ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરુરી પગલા ભરી રહી છે.
ઉત્તરાખંડમાં SDRF ટીમ નદી કિનારા પર રહેતા લોકોને રેસ્ક્યૂનું કામ કરી રહ્યા છે જેથી તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી શકે. જે સ્થળો પર વધુ નુકસાનના સમાચાર છે ત્યાં પણ ટીમો સતત ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહ્યા છે.
ધૌલીગંગા નદીથી થઈને નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, રૂદ્રપ્રયાગમાં નદીઓના કિનારાની હોટલો અને ઘાટોને ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. પાણીનો વહેણ ખૂબ તેજ છે. તેના કારણે આશંકાથી નદીની આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર