સીએમ ધામી સામે કોંગ્રેસના ઉમેદવાર ભુવનચંદ કાપડી (Bhuvan Chand Kapdi) જીતી ગયા
Uttarakhand Election Result 2022 - પીએમ મોદી સહિત ભાજપાના તમામ નેતાઓએ પ્રચારના મંચ પરથી ધામીને આગામી સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. હવે તે ચૂંટણી હારી ગયા છે
દેહરાદૂન : ઉત્તરાખંડ ચૂંટણીમાં (Uttarakhand Election Result)સૌથી મોટો ભ્રમ તૂટવા જઈ રહ્યો છે કે કોઇ પણ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવતી નથી. આ વખતે ભાજપા આ રેકોર્ડ તોડીને બીજી વખત સરકાર બનાવવાની નજીક છે. જોકે સૌથી મોટું સંકટ એ છે કે પાર્ટીએ મુખ્યમંત્રી પુષ્કર ધામીના (CM Pushkar Dhami)ચહેરાને આગળ કરીને ચૂંટણી લડી હતી. પણ તે પ્રથમ રાઉન્ડથી જ મતગણતરીમાં પાછળ રહ્યા છે અને અંતમાં પરાજય થયો છે. ઉત્તરાખંડમાં અનોખો સંયોગ બન્યો છે કે કારણ કે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રમુખ (Congress Poll Campaign)હરીશ રાવત ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર (AAP CM Candidate)અજય કોઠિયાલનો પણ પરાજય થયો છે.
સીએમ ધામી પોતાની વિધાનસભા સીટ ખટીમાંથી શરૂઆતથી જ પાછળ રહ્યા હતા. આ પછી તેમનો પરાજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભુવનચંદ કાપડી (Bhuvan Chand Kapdi) તેમની સામે જીતી ગયા છે. ભાજપાએ ઉત્તરાખંડના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ત્રણ મુખ્યમંત્રી આપ્યા અને ત્રીજા પુષ્કર ધામી હતા. જેમના ચહેરાને ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોસ્ટરો પર પ્રધાનમંત્રી મોદી સાથે ધામીને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
મોદી સહિત ભાજપાના તમામ નેતાઓએ પ્રચારના મંચ પરથી ધામીને આગામી સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. હવે તે ચૂંટણી હારી ગયા છે. ત્રણ વખતના મુખ્યમંત્રી પદની નજીક પહોંચેલા સતપાલ મહારાજ (Satpal Maharaj)પણ ચૌબટ્ટાખાલ સીટથી હારી ગયા છે. જેથી બીજેપી સામે સીએમની પસંદગી લઇને મોટો સવાલ સામે આવ્યો છે.
કોંગ્રેસ માટે સંકટ
બીજી તરફ કુમાઉની લાલકુઆ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા હરીશ રાવતનો ભાજપાના મોહન સિંહ બિષ્ટ સામે પરાજય થયો છે. હરીશ રાવત કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ વખતે કોંગ્રેસ જીત્યું હોત તો સીએમ પદના સૌથી મોટા દાવેદાર હતા. હરીશ રાવતનો પરાજય પાર્ટી માટે મોટું સંકટ છે.