ફરી બદલાશે ઉત્તરાખંડમાં સીએમ? તીરથ સિંહ રાવતે રાજીનામાની ઓફર કરી

ફરી બદલાશે ઉત્તરાખંડમાં સીએમ? તીરથ સિંહ રાવતે રાજીનામાની ઓફર કરી

સૂત્રોના મતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપવાની ઓફર એટલા માટે કરી કારણ કે રાજ્યમાં સંવૈધાનિક સંકટ ઉભું થયું છે

 • Share this:
  દેહરાદૂન : ઉત્તરાખંડમાં રાજનીતિક હલચલ ફરી વધી ગઇ છે. CMના દેહરાદૂન પરત ફરવા પર હલચલ તેજ બની ગઈ છે. દેહરાદૂનમાં બીજેપીના ધારાસભ્યો એકઠા થવા લાગ્યા છે. સૂત્રોના મતે આગામી 24થી 36 કલાકમાં વિધાનમંડળ દળની બેઠક થઇ શકે છે. CM તીરથ આવતીકાલે રાજ્યપાલને મળી શકે છે.

  સૂત્રોના મતે ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપી દીધું છે. તેમણે લખ્યું કે સંવૈધાનિક પ્રક્રિયા કહે છે કે સીએમ કોઇ સદનના સભ્ય હોવા જોઈએ અને જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં એક વર્ષ બાકી છે તો પેટાચૂંટણી કરાવી શકાય નહીં. તેથી હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

  સૂત્રોના મતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપવાની ઓફર એટલા માટે કરી કારણ કે રાજ્યમાં સંવૈધાનિક સંકટ ઉભું થયું છે.

  આ પણ વાંચો - ગર્ભવતી મહિલાઓ પણ હવે લગાવી શકશે કોરોના વેક્સીન, સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી

  તીરથ સિંહ રાવતે પત્રમાં કહ્યું કે અનુચ્છેદ 164 A પ્રમાણે તેમણે મુખ્યમંત્રી બન્યાના છ મહિનામાં વિધાનસભાના સભ્ય બનવાનું હતું પણ અનુચ્છેદ 151 કહે છે કે જો વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષ કરતા ઓછો સમય બચે તો પેટા ચૂંટણી કરાવી શકાય નહીં. જેથી ઉત્તરાખંડમાં સંવૈધાનિક સંકટ ઉભું ના થાય તેથી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માંગું છું.

  સીએમ તીરથ સિંહ રાવતે ત્રણ દિવસ દિલ્હી રહ્યા પછી દેહરાદૂન પરત ફર્યા છે. તેમણે કહ્યું કે મારું રાજનીતિક જીવન યૂપીથી શરૂ થયું હતું અને પછી ઉત્તરાખંડ રાજ્ય બન્યું તો હું અહીં આવી ગયો અહીં મને જે કામ કરવાની તક મળી તે કરી રહ્યો છું. પાર્ટીએ મને સાંસદ બનાવ્યો, સીએમ બનાવ્યો, આગળ જે પણ રણનીતિ નક્કી કરશે અમે તેના પર કામ કરીશું. મારી પેટા ચૂંટણી પર ચૂંટણી પંચ નક્કી કરશે કે હું ચૂંટણી લડીશ કે નહીં અને લડીશ તો ક્યારે.
  Published by:Ashish Goyal
  First published: