ઉત્તરાખંડના જોશીમઠમાં કુદરતનો કહેર ચાલી રહ્યો છે. 500થી વધારે મકાનોમાં તિરાડ પડ્યા બાદ જમીન ઘસી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે શહેરમાં તિરાડ અને જોખમથી ભરેલા લગભગ 600 પરિવારોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાના આદેશ આપ્યા છે. ધામીએ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા અધિકારીઓ સાથે જોશીમઠની હાલની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને કહ્યું કે, લોકોના જીવ બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. અધિકારીઓએ જોશીમઠના જોખમને લઈને ઘરોમાં રહેતા લગભગ 600 પરિવારોને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું કે, અમે જોશીમઠની સ્થિતીના નિવારણ માટે નાની અને લાંબાગાળાની યોજના પર પણ કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી શનિવાર જોશીમઠ જશે. જ્યાં પ્રભાવિત લોકોને મળશે અને અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. ધામીએ કહ્યું કે, ગઢવાલના આયુક્ત સુશીલ કુમાર અને આપદા પ્રબંધન વિભાગના સચિવ રંજીત કુમાર સિન્હા નિષ્ણાંતોની એક ટીમ સાથે સ્થિતી પર સતત નજર રાખીને બેઠા છે.
ઝડપથી થઈ રહ્યું છે પુનર્વાસનું કામ- સીએમ ધામી
તેમણે અધિકારીઓને કહ્યું કે, પ્રભાવિત ક્ષેત્રોના લોકોનું પુનર્વાસ ઝડપથી થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ચિકિત્સા ઉચપારની સુવિધા ત્યાં આપેલી હોવી જોઈએ અને બિમાર લોકોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા થઈ રહી છે. ધામીએ કહ્યું કે, એક ઈમરજન્સી કાર્ય યોજનાની સાથે સાથે એક દીર્ઘકાલિન કાર્ય યોજના પણ તૈયાર થઈ રહી છે. જે યોગ્ય દિશામાં કામ કરી શકે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર