નવી દિલ્હી/દહેરાદૂન. ઉત્તરાખંડ (Uttarakhand)માં દેવસ્થાનમ બોર્ડ એક્ટ (Devasthanam Board Act) સાથે જોડાયેલા વિવાદમાં નવો વળાંક આવી ગયો છે. ચારધામના તીર્થ પુરોહિતો (Char Dham Priests)એ રાજ્ય સરકાર (Uttarakhand Government) દ્વારા બનાવવામાં આવેલા નવા બોર્ડને ભંગ કરવાની માંગને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને હસ્તક્ષેપ કરવા માટે અરજ કરી છે. આ પુરોહિતોએ વડાપ્રધાન મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે, જેમાં ચારધામમાં ચાલી આવતી જૂની પરંપરાઓને બચાવવા માટે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.
અખિલ ભારતીય તીર્થ પુરોહિત યુવા મહાસભા (Akhil Bhartiya Teerth Purohit Mahasabha) અને શ્રી કેદારનાથ ધામ (Sri Kedar Nath Purohit Samaj)ના તીર્થ પુરોહિત સંતોષ તિવારીના હસ્તાક્ષરવાળા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દેવસ્થાનમ બોર્ડ (Uttarakhand Char Dham Devasthanam Management Board) બનાવવાનું પગલું સનાતન ધર્મ (Sanatana Dharma)ની પૌરાણિક પરંપરાઓ સાથે ચેડાં છે. પુરોહિતોના હક, હુકુકોંની સાથે બળજબરીથી ખિલવાડ કરવામાં આવી રહ્યા છે, જે ન્યાયસંગત નથી. આ પ્રકારની વાતો લખતાં સંતોષ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને મામલામાં દખલ દઈને બોર્ડને ભંગ કરવાની માંગ કરી છે.
ચારધામના તીર્થ પુરોહિતોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટના માધ્યમથી આ લોહીથી લખેલો પત્ર મોકલવામાં આવશે. આ પહેલા આ વિવાદને લઈ ન્યૂઝ18એ જણાવ્યું હતું કે, ચારધામ સાથે જોડાયેલા પુરોહિતો અને સમિતિઓ સહિત 47 મંદિરોએ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનક મેનેજમેન્ટ બોર્ડના વિરોધમાં 17 ઓગસ્ટથી સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીઓ ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) , તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat) બાદ પુરોહિતોએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)થી પણ આ મામલામાં નિરાશ થવાની વાત કહેતાં પુરોહિતોએ મોટા સ્તર પર આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ચારધામ તીર્થ પુરોહિત હક હકુકધારી મહાપંચાયત એ જ સંસ્થા છે જેણે દેવસ્થાનક બોર્ડના વિરોધમાં મોરચો ખોલવાનું નેતૃત્વ કર્યું છે. મીડિયા અહેવાલ મુજબ, આ સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણકાંત કોઠિયાલે કહ્યું, ‘નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માત્ર નિવેદનો આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીને બોર્ડના મામલાને જોવાની વાત કરનારી ધામીની રાજ્ય સરકાર પુરોહિત સમુદાયના હિતો માટે ગંભીર નથી લાગતી.’
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર