Home /News /national-international /મોટો અકસ્માત: જાનૈયાથી ભરેલી બસ ખીણમાં પડી, 30ના મોતની આશંકા

મોટો અકસ્માત: જાનૈયાથી ભરેલી બસ ખીણમાં પડી, 30ના મોતની આશંકા

ઉત્તરાખંડના પૌરીમાં મોટો અકસ્માત

જાનૈયાથી ભરેલી બસ બેકાબુ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં 45 થી 50 જાનૈયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. હાલ, 6 લોકોના મૃતદેહને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં જાનહાનિ હજુ પણ વધવાની આશંકા છે. હાલમાં ગ્રામજનો અને વહીવટીતંત્ર ખીણમાં રહેલા લોકોને શોધવાની કામગીરી કરી રહ્યા છે. જોકે અંધારાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

વધુ જુઓ ...
    દેહરાદૂન: ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર લગભગ 45 થી 50 લોકોને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

    આ પણ વાંચો: રાજકોટના કાલાવાડ રોડ પર ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો, બે લોકો ઇજાગ્રસ્ત, જુઓ સીસીટીવી

    પ્રાપ્ત માહિતી અનુસાર, જાનૈયાથી ભરેલી આ બસ લાલધાંગથી કારા તલ્લા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં બીરોખાલના સીએમડી બેન્ડ પાસે બેકાબુ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં 40 થી 50 જાનૈયા હોવાના અહેવાલ છે. તેમાંથી 6 લોકોના મૃતદેહને ખીણમાંથી કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જાનહાનિ વધવાની આશંકા છે. હાલમાં ગ્રામજનો અને વહીવટીતંત્ર ખીણમાં રહેલા લોકોને શોધવાની કામગીરી કરી રહ્યા છે. જોકે અંધારાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.


    પૌડી ગઢવાલ જિલ્લામાં આ ભયાનક બસ દુર્ઘટનાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, 'રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. અમે અકસ્માતના સ્થળે તમામ સુવિધાઓ લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Accident News, Bus accident, Marriage

    विज्ञापन
    विज्ञापन