દેહરાદૂન- ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલુ રાજ્ય બન્યુ છે. વિધાનસભામાં આ બીલને પાસ કરવામાં આવ્યુ છે.હવે આ બીલને અપ્રુવલ માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવશે. ઉત્તરાખંડના પશુપાલનના મંત્રી રેખા આર્યએ ઉત્તરાખંડની વિધાનસભામાં બિલ રાખ્યું કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે બધા ગાયના મહત્વને સારી રીતે ઓળખીએ છીએ. માત્ર ભારત જ નહી પરંતુ બીજા દેશમાં પણ ગાયનું સમ્માન કરવામાં આવે છે.
તેમણે જાણાવ્યુ કે કે આપના ધાર્મિક ગ્રંથોમાં પણ ગાયનું મહત્વનો ઉલ્લેખ કરેલો છે. ગાયના શરીરમાં ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો છે. જો ગાયને રાષ્ટ્રમાતાનો દર્જો મળી જાય તો ગાયની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવશે અને ગૌહત્યાને પણ રોકી શકાશે.
ગાયની સુરક્ષાની ખાતરી કરવી જોઈએ'
તેમણે વધુમાં કહ્યું કે આ સિવાય, ઘણા લોકો માટે પ્રાણી આવકનો સ્રોત પણ છે અને લોકો તેમના આજીવિકા માટે આના પર આધારિત છે. દેહરાદૂન મેયર વિનોદ ચેમ્બોલી સહિત કેટલાક ભાજપના નેતાઓએ આ દરખાસ્ત પર એકજુટતા વધારવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું, "હવે ગાયની સુરક્ષા વધારવાનો સમય છે."
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર