ઉત્તર પ્રદેશ: ભડોહી જિલ્લામાં સોશિયલ મીડિયા પર બે દિવસથી એક ફોટો વાયરલ થયો છે. જેમા વહુએ 80 વર્ષના સસરાને હાથ-પગથી છાતી સુધી બાંધી દીધા છે.જેમા પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે તપાસમાં વાયરલ તસવીર સાચું હોવાનું બહાર આવ્યુ છે.પરંતુ વહુને હેરાનગતિ કરતા હોવાની વાત ખોટી સાબિત થઇ છે.
આરોઇ જિલ્લા અનુસાર આ મામલો ઉગાપુરથી સટે દુનિયાપૂર ગામનો છે.કાવતરુ રચી આ મહિલાએ તસવીર વાયરલ કરી છે.પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સૂનીલ દત્તે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
દુનિયાપૂર રહેવાસી મગન તિવારીની માનિસક હાલત કેટલાક દિવસથી ખરાબ છે.ઘરમાં તિવારીની પુત્રવધુ નીતુ પોતાના બાળકોની સાથે રહે છે.પરિવારમાં અન્ય લોકો અને દીકરો અન્ય શહેરમાં રહે છે.સસરાની વિક્ષિપ્તતા અને તોડફોડથી વહુ કંટાળી ગઇ હતી.
પોલીના કહેવા પ્રમાણે નીતુએ દાવો કર્યો છે કે સસરાની હરકતોથી કંટાળીને તેને દોરડાથી બાંધી દીધા છે.વાયરલ તસવીરમાં લાકડી પણ દેખાઇ રહી છે.પણ વહુએ મારવાની વાતથી ઇન્કાર કર્યો છે.આપને જણાવી દઇએ કે આ તસવીર પાડોસી મહિલાએ વાયરલ કરી છે.
તો પોલીસ એ પણ જણાવી રહી છે કે પાડોસીઓની નજર વદ્ધની જમીન પર છે.તે તેમની આ માનસિક હાલતનો ફાયદો ઉઠાવી રહ્યા છે.તેઓ કાગળ પર અંગુઠો લગાવી જમન પર કબ્જો કરવા માગે
છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર