શાહજહાંપુરમાં બોલ્યા અમર સિંહ, મોકો મળશે તો બીજેપીમાં જવા તૈયાર છું

શાહજંહાપુરમાં ભાજપના ઉમેદવાર નિલિમા પ્રસાદના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે બીજેપીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

શાહજંહાપુરમાં ભાજપના ઉમેદવાર નિલિમા પ્રસાદના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે બીજેપીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  • Share this:
ઉત્તરાખંડ:  શાહજંહાપુરમાં ભાજપના ઉમેદવાર નિલિમા પ્રસાદના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમર સિંહે બીજેપીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અમર સિંહે જણાવ્યુ હતુ કે, મને જો બીજેપીમાં જવાનો અવસર મળશે તો હું ત્યાં જવા પણ તૈયાર છું.

અમર સિંહે આ દરમિયાન પહેલાની જેમ આ વખતે પણ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યુ હતુ કે, અખિલેશ મારા રાજનૈતિક શત્રુ છે, અને દેશના દરેક માણસો તેમની વિરુદ્ધ છે.

આમ, અમર સિંહે શાયરાના અંદાજમાં જણાવ્યુ હતુ કે, એવો કળિયુગ આવશે, જેમાં બેટો કરશે રાજ અને બાપ મુલાયમ જંગલમાં કરશે વનવાસ. ત્યાં જ રામ મંદિર મુદ્દા પર તેમને બીજેપીને સલાહ આપતા જણાવ્યુ હતુ કે, બીજેપીની પાસે પૂરી સત્તા છે અને તે કાનૂન બનાવીને રામ મંદિરનું નિર્માણ કરાવે.
First published: