ફેસબુક દ્વારા ભારતીય સેનાને ફસાવવા માંગે છે ISI, આ હતો પ્લાન

News18 Gujarati
Updated: June 30, 2019, 8:09 PM IST

પોલીસનું કહેવું છે કે, આ તમામ પ્રોફાઈલ આઈએસઆઈ તરફથી બનાવવામાં આવેલી છે, જેનો ઉપયોગ ભારતીય સુરક્ષા જવાનોને હની ટ્રેપમાં ફસાવવા માટે કરવામાં આવી શકે છે.

  • Share this:
ઉત્તર પ્રદેશ પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્કોડે 125 ફેસબુક એકાઉન્ટને ચિન્હિત કર્યા છે. પોલીસ અનુસાર, આ તમામ એકાઉન્ટ મહિલાઓના નામ પર છે. પોલીસનું કહેવું છે કે, આ તમામ પ્રોફાઈલ આઈએસઆઈ તરફથી બનાવવામાં આવેલી છે, જેનો ઉપયોગ ભારતીય સુરક્ષા જવાનોને હની ટ્રેપમાં ફસાવવા માટે કરવામાં આવી શકે છે. આ તમામ એકાઉન્ટમાં એક ખાસ વાત જોવા મળી રહી છે. તેમના ફ્રેન્ડ લીસ્ટમાં ભારતીય સેના અથવા પેરામિલેટ્રી ફોર્સનો કોઈ એક ઓફિસર જોડાયેલો છે.

એવા એકાઉન્ટને બનાવ્યા નિશાન
ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના રિપોર્ટ્સ અનુસાર, એટીએસે આની સાથે જોડાયેલો ડેટા ઈન્ટેલિજન્સ બ્યૂરો અને સૈન્ય ગુપ્ત નિર્દેશાલયને શેર કર્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ 125 મહિલાઓના ફેસબુક ફ્રેન્ડ લીસ્ટમાં લગભગ 1000 લોકો જોડાયેલા છે. તેમાં મોટાભાગના તે છે જે ભારતીય સેનાના નોન કમીશંડ ઓફિસર છે અથવા જવાન છે. આ સાથે તેમાં કેટલાક એવા યુવકો પણ છે જે સેનામાં ભરતી થવા માંગે છે.

ગત વર્ષે બે જવાનો ફસાયા હોવાનો થયો હતો ખુલાસો
ગત વર્ષે ઓક્ટોબરમાં બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલ અને બીએસએફ જવાન અચ્યુતાનંદ મિશ્ર હનીટેપમાં ફસાયા બાદ યૂપી પોલીસે કેટલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ શરૂ કરી હતી. આ બંને અધિકારી સપ્ટેમ્બર 2018થી હનીટ્રેપમાં ફસાયા હતા. લગભગ એક મહિના બાદ તેનો ખુલાસો થયો હતો. યૂપી પોલીસે હજારો સોશિયલ મીડિયાની તપાસ કર્યા બાદ આ જાણકારી સામે આવી છે.

આવી રીતે ફસાયા હતાતમને જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બ્રહ્મોસ એન્જિનિયર નિશાંત અગ્રવાલના મામલામાં પણ આ ખુલાસો થયો હતો કે, તે ફેસબૂક પર નેહા શર્મા અને પૂજા રંજન નામથી ચાલી રહેલા નકલી એકાઉ્નટ દ્વારા પાકિસ્તાનના સંદિગ્ધ ગુપ્ત સભ્યોના સંપર્કમાં હતો.

નિશાંત અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું કે, તેને પાકિસ્તાની હેન્ડલરોએ શાનદાર નોકરીનો વાયદો કર્યો હતો. આ હેન્ડલરોએ નિશાંતની સામે પોતાને મહિલા તરીકે રજૂ કર્યા અને તેને હની ટ્રેપમાં ફસાવ્યો. તપાસ કરી રહેલી ટીમ એ પણ શોધી રહી છે કે, શું નિશાંતને પાક હેન્ડલરોએ પૈસા પણ આપ્યા હતા.
First published: June 30, 2019, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading