UP: રાજ્યસભામાં જીતનું ગણિત? ચા પાર્ટી અને ડિનર બાદ હવે શું?

News18 Gujarati
Updated: March 22, 2018, 2:05 PM IST
UP: રાજ્યસભામાં જીતનું ગણિત? ચા પાર્ટી અને ડિનર બાદ હવે શું?
એક રાજ્યસભાના ઉમેદવારને 37 ધારાસભ્યોના મતની જરૂરત હોય છે...

એક રાજ્યસભાના ઉમેદવારને 37 ધારાસભ્યોના મતની જરૂરત હોય છે...

  • Share this:
ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજનૈતિક પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. રાજ્યની 10 રાજ્યસભા બેઠક માટે બીજેપીએ 9 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે, જ્યારે એસપી અને બીએસપીએ એક-એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીની 9 ઉમેદવાર મેદાનમાં હોવાથી બીએસપી માટે આ મુકાબલો થોડો કઠિન થઈ ગયો હતો. આ બધા વચ્ચે બુધવારે એસપીએ પોતાના તમામ ધારાસભ્યોને ચા અને ડિનર માટે બોલાવ્યા, આ ડિનરમાં સૌથી વધારે ધ્યાન હતું માયાવતી પર. આ ડિનર બાદ માયાવતીના એક ઉમેદવારની જીતની આશા થોડી વધી ગઈ છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અકિલેશ યાદવે પોતાના તમામ ધારાસભ્યોને લખનઉની એક લગ્ઝરી હોટલમાં ડિનર માટે બોલાવ્યા. આમાં નારાજ ચાચા શિવપાલ પણ પહોંચ્યા હતા. અહીં નક્કી કરવામાં આવ્યું કે, પાર્ટીના તમામ ધારાસભ્ય એસપી અને બીએસપી ઉમેદવારને વોટ આપશે.

ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે નિર્ણય

શુક્રવારે યોજાનાર રાજ્યસભા ચૂંટણી માટે માયાવતીને એસપીના સમર્થનની ખાસ જરૂરત રહેશે. બીજેપી પાસે કુલ 311 ધારાસભ્ય છે અને તેમના 8 ઉમેદવારોની જીત નક્કી છે. ઉત્તરપ્રદેશમાં એક રાજ્યસભાના ઉમેદવારને 37 ધારાસભ્યોના મતની જરૂરત હોય છે.

સમાજવાદી પાર્ટીના 47 ધારાસભ્ય છે અને તેમના એક ઉમેદવારની જીત માટે તે 37 ધારાસભ્યોના વોટ મળે, ત્યારબાદ 10 ધારાસભ્યોના વોટ તે બીએસપીને આપી શકે છે.

માયાવતીને જીતની આશામાયાવતી પાસે કુલ 19 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે અન્ય 18 ધારાસભ્યના વોટની જરૂરત છે. જો એસપીના તમામ 10 ધારાસભ્ય બીએસપીના ઉમેદવારના પક્ષમાં વોટ કરે, તો પણ આ જાદુઈ આંકડાથી 8 પગલા પાછળ રહી જાય. જોકે, કોંગ્રેસે પોતાના 7 ધારાસભ્યોના વોટનો વાયદો બીએસપીને કર્યો છે. આ સિવાય અજીત સિંહે પણ બીએસપીને સપોર્ટ કરવાની વાત કરી છે. સાથે માયાવતીને એક વોટ નિશાદ પાર્ટી તરફથી મળી શકે છે. માયાવતીને આ ડિનર બાદ આશા વધી છે કે, તેમનો એક ઉમેદવાર રાજ્યસભામાં પહોંચી જશે.

બીજેપીએ ઉત્તરપ્રદેશમાં 9 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 8 ઉમેદવારોની જીત બાદ બીજેપી પાસે 28 ધારાસભ્ય વધારે છે. એવામાં બીજેપીએ વિચાર્યું હશે કે, 9 અન્ય ધારાસભ્યોને પોતાના પક્ષમાં વોટ આપવા માટે મનાવી લેવામાં આવે તો, પોતાના નવમા ઉમેદવારની જીત પાક્કી થઈ જાય. પરંતુ પેટા ચૂંટણીમાં બીજેપીને મળેલ હાર અને રાજ્યમાં બનેલા નવા રાજનૈતિક સમીકરણ બાદ હવે આ થોડુ મુશ્કેલ લાગી રહ્યું છે.
First published: March 22, 2018, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading