અખિલેશ ચૂંટણી પ્રચારમાં આ 'યોગી'ને હંમેશા કેમ સાથે રાખે છે?

સુરેશ ઠાકુર અને અખિલેશ યાદવ

અખિલેશ યાદવ પોતાના દરેક ભાષણમાં યોગીના આ હમશકલની વાત કરવાનું નથી ભૂલતા.

 • Share this:
  લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનમાં લાગેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથની સામે તેમની જ જેવા દેખાતા એક અન્ય વ્યક્તિને ઉભા કરી દીધા છે. આ વ્યક્તિ ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. વાત જાણે એમ છે કે, અખિલેશ યાદવ પોતાના મંચ પરથી સુરેશ ઠાકુરના બહાને યોગી આદિત્યનાથ પર નિશાન સાધે છે, અને જણાવે છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અસલી યોગી નથી પરંતુ તેમની સાથે ચાલી રહેલા આ હમશકલ અસલી યોગી છે.

  હાલમાં યોગી આદિત્યનાથના આ હમશકલ અખિલેશ યાદવની સાથે દરેક ચૂંટણી મંચ પર જોવા મળી રહ્યા છે. અખિલેશ યાદવ પોતાના દરેક ભાષણમાં યોગીના આ હમશકલની વાત કરવાનું નથી ભૂલતા. યોગીના હમશકલ સુરેશ ઠાકુર અખિલેશ યાદવ સાથે ફૈઝાબાદ, બારાબંકી અને ગોરખપુરમાં સાથે દેખાઈ ચુક્યા છે.

  સુરેશ ઠાકુર કહે છે કે, આપણા દેશનું સંવિધાન સળગાવી દીધુ છે, જે બાબા સાહેબે બદા જ લોકો માટે લખ્યું હતું. પહેલા લૂટફાટ કરનારા ડાકૂ જંગલોમાં રહેતા હતા, હવે સફેદ કપડા પહેરી ખુલ્લેઆમ ડાકા ડાલી રહ્યા છે. આ વધી વાતો સાંભળી જોઈ હું અખિલેશ યાદવના સંપર્કમાં આવ્યો.

  અખિલેશ યાદવ સાથે સુરેશ ઠાકુર


  તમને જણાવી દઈએ કે, ગેરૂઆ વસ્ત્ર ધારણ કરીને સમાજવાદી પાર્ટીના મુખીયા અખિલેશ યાદવના સંર્થનમાં નારા લગાવનારા યોગીના હમશકલનું નામ સુરેશ ઠાકુર (46) છે, જેમને અખિલેશ યાદવે હાલમાં 'યોદ્ધા' ઉપનામ આપ્યું છે. સુરેશ ઠાકુર રાજધાની લખનઉ સ્થિત કઋષ્ણાનગર સ્થિત યાતાયાત પાર્કની નજીક રહે છે. તેમના પિતાનું નામ સુભાષ ચંદ્ર અને માતાનું નામ કમલા દેવી છે. સુરેશના માતા-પિતાનું નિધન થઈ ગયું છે. સુરેશ બૌદ્ધ ધર્મના અનુયાયી છે.

  ભલે અખિલેશ યાદવની સાથે યોગી આદિત્યનાથની આવી અસલી તસવીર સામે નથી આવી. જેમાં અખિલેશ અને યોગી આદિત્યનાથ કઈંક આ રીતે એક સાથે બેઠેલા હોય, પરંતુ 2019 લોકસભા ચૂંટણીમાં ડુપ્લીકેટનો દોર ચાલી રહ્યો છે.
  Published by:kiran mehta
  First published: