યોગીના મુખ્ય સચિવ પર લાંચ લેવાનો આરોપ, પોલીસે ફરિયાદીની જ કરી અટકાયત

News18 Gujarati
Updated: June 8, 2018, 4:21 PM IST
યોગીના મુખ્ય સચિવ પર લાંચ લેવાનો આરોપ, પોલીસે ફરિયાદીની જ કરી અટકાયત

  • Share this:
સીએમ યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ શશિ પ્રકાશ ગોયલ પર લાંચ લેવાનો આરોપ લગાવનાર અભિષેક ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે. આ મામલામાં ગુરૂવારની રાત્રે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો મામલો નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે લખનઉમાં રહેતા અભિષેક ગુપ્તાએ સીએમના મુખ્ય સચિવ એસપી ગોયલ પર 25 લાખની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. આ બાજુ અભિષેક ગુપ્તાના પરિવારજનોએ પોલીસની કાર્યવાહી પર વિરોધ નોંધાવી પોતાના પરિવારના જીવને ખતરો હોવાનું જણાવ્યું છે. પરિવારના લોકો નિષ્પક્ષ રીતે આની તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ મામલામાં લખનઉના એસએસપી દિપકકુમારે જણાવ્યું કે, ભાજપાના પ્રદેશ કાર્યાલય પ્રભારી દિક્ષિતે પાર્ટી પદાધિકારીઓના નામનો દુરઉપયોગ કરનાર ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ પોલીસે અભિષેક ગુપ્તા સામે છેતરપિંડીનો મામલો નોંધ્યો છે. હાલમાં પુછપરછ માટે પોલીસે અભિષેક ગુપ્તાની અટકાયત કરી છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈ સીએમ યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ રાજીવ કુમારને અભિષેક ગુપ્તાના હરદોઈ સ્થિત પેટ્રોલ પંપની સ્થાપના સંબંધી મામલાની તથ્યાત્મક તપાસ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ જાહેર કર્યો છે.

શું છે મામલો
અભિષેક ગુપ્તાએ હરદોઈ જીલ્લાના સંડીલા તહસીલ કેરૈસો ગામમાં પેટ્રોલ પંપની સ્થાપના માટે મુખ્ય રસ્તાની પહોળાઈ ઓછી હોવાના કારણે આવશ્યક જમીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. તેમની અરજી નિયમ અનુસાર ન હોવાના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી.

અભિષેકે રાજ્યપાલને ફરિયાદ કરી હતી કે, સીએમ ઓફિસના એક અધિકારીએ તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. લાંચ ન આપવા પર મારી અરજી પર નિર્ણય નથી લેવામાં આવ્યો. રાજ્યપાલ રામ નાયકે આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
First published: June 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading