Home /News /national-international /

VIDEO: સભાગૃહમાં BJPના સાંસદે, BJPના જ ધારાસભ્યની ચંપલથી કરી ધોલાઈ

VIDEO: સભાગૃહમાં BJPના સાંસદે, BJPના જ ધારાસભ્યની ચંપલથી કરી ધોલાઈ

જે સમયે આ ઘટના સર્જાઈ, તે સમયે પ્રભારી મંત્રી પણ હાજર હતા.

જે સમયે આ ઘટના સર્જાઈ, તે સમયે પ્રભારી મંત્રી પણ હાજર હતા.

    ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જીલ્લામાં કમિટી બેઠકમાં યોગી સરકારના પ્રભારી મંત્રી આશુતો, ટંડનની સામે જ મેહદાવલ ધારાસભ્ય અને સ્થાનીક સાંસદ શરદ ત્રિપાઠી મારામારી પર ઉતરી આવ્યા.

    સાંસદ શરદ ત્રિપાઠીએ મેહદાવલના ધારાસભ્ય રાકોશ સિંહ બધેલની સભાગારમાં જ ચપ્પલથી ધોલાઈ કરી દીધી. જે સમયે આ ઘટના સર્જાઈ, તે સમયે પ્રભારી મંત્રી પણ હાજર હતા. આ મામલો કોતવાલી વિસ્તારના કલેક્ટ્રેટ સભાગારનો છે.

    સાંસદ શરદ ત્રિપાઠીએ શ્રેય લેવાના ચક્કરમાં પોતાની જ પાર્ટીના ધારાસભ્યને ચપ્પલથી માર માર્યો. શિલાપટ પર નામ ન હોવાથી નારાજ સાંસદે ધારાસભ્યને માર માર્યો.

    ધારાસભ્ય સમર્થકોએ કલેક્ટર ઓફિસને ઘેરી લીધી અને ધારાસભ્યના સમર્થકોનું કહેવું છે કે, તે બદલો લઈને જ રહેશે.

    ધારાસભ્ય સમર્થકોએ સાંસદ શરદ ત્રિપાઠીને કલેક્ટરના રૂમમાં બંધ કરી દીધા છે. જોકે, મોટા પોલીસ અધિકારી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. હાલમાં બંને પક્ષમાં ભારે તણાવ ઉભો થઈ ગયો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Beaten, BJP MLA, Bjp mp, Front, Gorakhpur, Minister of yogi, Shoes, ઉત્તરપ્રદેશ, સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन