અમેઠીના ગૌરીગંજ વિસ્તારમાં બરોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. સુરેન્દ્ર સ્મૃતિ ઈરાનીના નજીકના માનવામાં આવતા હતા. તેમણે સ્મૃતિની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્મૃતિ દિલ્હીથી અમેઠી પહોંચ્યા હતા. તેમણે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી અને સુરેન્દ્રના શબને ખભે પણ લીધો. સુરેન્દ્રના દીકરાએ આ મામલામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી.
સુરેન્દ્ર સિંહને અંતિમ વિદાય આપવા માટે ગામના લોકોની ભીડ ઉમટી હતી. સાથે ગામમાં તણાવ જોતા ઘટના સ્થળ પર પોલીસ ફોર્સ પમ પહોંચી ગઈ હતી. પીએસી સિવાય મોટી સંખ્યામાં પોલીસદળ ઘટના સ્થલ પર ગોઠવી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં શનિવાર મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, જામો પોલીસ સ્ટેશન હદના બરૌલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. બદમાશોએ ઘટનાને અંજામ એ સમયે આપ્યો જ્યારે સુરેન્દ્ર સિંહ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા.
#WATCH BJP MP from Amethi, Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh, ex-village head of Barauli, Amethi, who was shot dead last night. pic.twitter.com/jQWV9s2ZwY
બાઇક સવાર હુમલાખોરોએ ઘરની બહાર ઊંઘી રહેલા સુરેન્દ્ર સિંહ પર ફાયરિંગ કરી દીધું. ઈજાગ્રસ્ત પૂર્વ પ્રધાનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટોરએ લખનઉ રેફર કરી દીધા. લખનઉ લઈ જતી વખતે સુરેન્દ્ર સિંહ મૃત્યુ પામ્યા. મૃત્યુ અંગે જાણ થતાં જ મૃતકના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો
જોકે પોલીસે આ ઘટના પાછળ પારિવારીક ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, સાત લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે, કેસ 12 કલાકમાં સોલ્વ કરી લેવામાં આવશે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર